અંતરિક્ષ યાત્રીના પેશાબ-પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં સફળતા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરિક્ષ યાત્રીના લગભગ ૯૮% પેશાબ અને પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. સ્પેસ સ્ટેશન પરના દરેક અવકાશયાત્રીને પીવા, રસોઈ અને સફાઈ માટે દરરોજ એક ગેલન પાણીની જરૂર પડે છે. અંતરિક્ષ યાત્રીઓએ આ શોધ માટે એ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો છે જે એન્વાયરોમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ (ઈસીએલએસએસ) નો હિસ્સો છે.
ઈસીએલએસએસજે હાર્ડવેરથી બનેલું છે તેમાં વોટર રિકવરી સિસ્ટમ સામેલ છે. જે ગંદા પાણીને એકત્ર કરીને વોટર પ્રોસેસર એસેમ્બલીમાં મોકલે છે. પછી પીવાલાયક પાણીનું ઉત્પાદન થાય છે. કેબિન ક્રૂનો શ્વાસ અને પરસેવાથી કેબિનની હવામાં નીકળેલા ભેજને એકત્ર કરવા માટે એક એડવાન્સ ડીહ્યુમિડીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત યુરિન પ્રોસેસર એસેમ્બલી, વેક્યુમ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરીને પેશાબમાંથી પાણી કાઢવામાં આવે છે.અંતરિક્ષ સ્ટેશનના લાઈફ સપોર્ટ સિસ્ટમનું મેનેજમેન્ટ કરનારા જાેનસન સ્પેસ સેન્ટરની ટીમના સદસ્ય ક્રિસ્ટોફર બ્રાઉને કહ્યું કે, બીપીએ એ યુરિનમાંથી નીકાળવામાં આવેલા સાફ પાણીની માત્રા ૯૪% થી વધારીને ૯૮% કરી દેવામાં આવ્યુ છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે પીવા યોગ્ય પાણીને રિસ્ટોર કરવાની આ રીત મંગળ જેવા લાંબા અંતરિક્ષ મિશનમાં મદદ કરી શકે છે.જાેનસન સ્પેસ સેન્ટર ટીમનો મેમ્બર ક્રિસ્ટોફર બ્રાઉને કહ્યું કે, આ જીવન સમર્થન પ્રણાલીઓના વિકાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલુ છે. માની લો કે, તમે સ્ટેશન પર ૧૦૦ પાઉન્ડ પાણી એકત્ર કરો છો. તમે તેમાંથી બે પાઉન્ડ ગુમાવો છો અને અન્ય ૯૮% એમ જ ફરતુ રહે છે. તેને ચાલુ રાખવું એ એક મોટી સિદ્ધિ છે.

Share.
Exit mobile version