પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ ચારે બાજુથી ચર્ચામાં છે. રિલીઝ બાદથી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. તેના પર પ્રતિબંધ લાદવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ મામલો પીએમ મોદી અને હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જાેકે, ફિલ્મ પર પ્રતિબંધ પર કોઈ ર્નિણય નથી આવ્યો.
ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને જેટલો વિવાદ થયો એટલી જ વધારે પ્રથમ ૩ દિવસમાં કમાણી પણ કરી લીધી છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૪૦ કરોડનો બિઝનેસ કરી લીધો હતો. પરંતુ મન્ડે ટેસ્ટમાં ફિલ્મ ફેલ થઈ ગઈ છે. ફિલ્મના ડાયલોગ ઉપરાંત તેના પાત્રોના લુક પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સૈફ અલી ખાનના લુકની દર્શકોએ ખાસ કરીને ટીકા કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં રાવણના રોલ માટે સૈફ પહેલી પસંદ નહોતો. વાસ્તવમાં મેકર્સ પ્રભાસની સામે રાવણના રોલમાં અન્ય એક અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા. અહેવાલ પ્રમાણે આદિપુરુષના નિર્માતાઓએ આ રોલ માટે પહેલા અજય દેવગનનો સંપર્ક કર્યો હતો.
મેકર્સની ઈચ્છા હતી કે, અજય દેવગણ જ રાવણનો રોલ નિભાવે પરંતુ અજય ન માન્યો. અજયે બિઝી શેડ્યૂલનો હવાલો આપતા આદિપુરુષમાં રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જાેકે, મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી કે, અજય તેમની પહેલી પસંદ હતો અને તેણે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. અજય દેવગણ અગાઉ પણ ઓમ રાઉત સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ માં અજયના નિર્દેશક ઓમ રાઉત જ હતા. આ ફિલ્મ સુપરહિટ પણ રહી હતી. અજય દેવગણને તેના માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો અને આ ફિલ્મે તાબડતોડ કમાણી પણ કરી હતી.