સંગીત અને ગીતો વગર ફિલ્મોની કલ્પના પણ ન થઈ શકે. ખાસ કરીને બોલીવુડની ફિલ્મોની. અત્યાર સુધીમાં ઘણી બધી બોલીવુડ ફિલ્મોએ યાદગાર ગીત આપ્યા છે. ગીત નવા હોય કે જુના, લોકોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે. ફિલ્મોની સફળતા ઘણી વખત તેના ગીતો પર પણ ર્નિભર હોય છે. ફિલ્મનું કોઈ એક ગીત લોકપ્રિય થઈ જાય, તો ફિલ્મને સારો ફાયદો કરાવી શકે છે. જાેકે, એક વર્ગ એવો પણ છે જે ફિલ્મમાં સમયાંતરે આવતા ગીતોના કારણે ચિડાઈ જાય છે. તેઓ ફિલ્મમાં ચારથી પાંચ ગીત સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં એક ફિલ્મમાં ૭૨ ગીતની વાત આવે તો શું થાય? અમે અહીં ઇન્દ્રસભા ફિલ્મની વાત કરી રહ્યા છીએ. ઇન્દ્રસભા પહેલી સાઉન્ડ ફિલ્મ હતી. જ્યારે અલામારા પહેલી બોલતી ભારતીય ફિલ્મ હતી. ઇન્દ્રસભા ફિલ્મ ૩૦ના દાયકા (વર્ષ ૧૯૩૨)માં આવી હતી. એટલે કે, આજથી ૯૦ દશકા પહેલા આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ૭૨ ગીત હતા અને આજે પણ આ ફિલ્મના ગીતનો રેકોર્ડ અકબંધ છે! એક જ ફિલ્મમાં આટલા બધા ગીત હોય તેવું માત્ર ઇન્દ્રસભા ફિલ્મમાં બન્યું છે. ૯ દાયકા વિતી ગયા, છતાં આજે પણ આ ફિલ્મનો રેકોર્ડ તૂટ્યો નથી. આ ફિલ્મમાં કુલ ૭૨ ગીતમાંથી ૯ ઠુમરી, ૩૧ ગઝલ છે. જ્યારે ૧૩ અલગ-અલગ ગીતો છે. જેમાં ૪ હોળીના ગીત, ૫ છંદ અને ૫ સામાન્ય ગીત સહિત ૭૨ ગીત છે. આ ફિલ્મમાં જહાનારા અને મિસ્ટર નિસાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. તે સમયે આ કલાકારો લોકપ્રિય હતા. જહાનારા સારા એક્ટર તો હતા જ, આ સાથે તેઓ ખૂબ સારા ગાયક પણ હતા. તે સમયે તેમની બોલબાલા હતી. અહીં ઉલ્લેખનીય છે કે, ત્યારથી આજ સુધીમાં ફિલ્મોનો ટ્રેન્ડ ખૂબ જ બદલાયો છે. તે સમયે એક ફિલ્મમાં વિવિધ પ્રસંગો અને સ્થિતિ માટે અલગ અલગ ગીતો મૂકવામાં આવતા હતા. ફિલ્મોની કથા ગીત થકી આગળ વધતી હતી. આજે સમય જુદો છે. ફિલ્મમાં માત્ર ગણ્યા ગાંઠ્‌યા ગીત મૂકવામાં આવે છે. લોકોને પણ વધુ પ્રમાણમાં ગીત હોય તે ગમતું નથી.

Share.
Exit mobile version