આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે જેમાં બેટિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે જ્યારે અશ્વિન-જાડેજાએ પોતાનું સ્થાન યથાવત રાખ્યુ છે. આ સિવાય જસપ્રિત બુમરાહ પણ બોલરના રેન્કિંગમાં ટોપ ટેનમાં છે.
આઈસીસીદ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ટોપ-૧૦ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તાજેતરની આઈસીસીટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં વિલિયમસનના ૮૮૩ રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ લોર્ડ્‌સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના ૮૮૨ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આઈસીસીટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-૧૦માં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ છે.

તે પણ વિકેટ કીપર બેટ્‌સમેન ઋષભ પંત છે જે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદથી મેદાનમાં પરત ફરી શક્યો નથી. તાજેતરની રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ સિવાય માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયામાંથી ૩ અને ૪ સ્થાન પર છે. અને સાતમા નંબર પર ઓપનિંગ બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાનું નામ છે.
ભારતીય ટીમનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન તાજેતરની આઈસીસીટેસ્ટ બોલર રેન્કિંગમાં પોતાનું નંબર-૧નું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. અશ્વિન પાસે હાલમાં ૮૬૦ રેટિંગ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ૮૨૬ રેટિંગ પોઈન્ટ સાથે બોલિંગમાં રેન્કિંગમાં બીજા સ્થાને છે.

અશ્વિન ઉપરાંત જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પણ ટોપ-૧૦ બોલરોમાં ભારત તરફથી ૮મા અને ૯મા સ્થાને છે. આઈસીસીદ્વારા જાહેર કરાયેલી ઓલરાઉન્ડર ખેલાડીઓની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન જાેડી પ્રથમ બે સ્થાન પર છે. જેમા જાડેજા ૪૩૪ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને અશ્વિન ૩૫૨ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય જાે રૂટ પણ ૨૭૨ રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં ૭મા સ્થાને પહોંચી ગયો છે.

Share.
Exit mobile version