લગભગ ૩ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નાના અનઘને પોતાની આ સિદ્ધિ માટે ચારે તરફ પ્રશંસા મળી રહી છે. અનઘ ચિત્તોડાએ કરોડની સંખ્યા સુધીના નંબરને વાંચીને તેમા મોટુ અને નાનુ અંતર જણાવ્યુ છે. આ ઈન્દોર શહેર માટે ગૌરવની વાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનઘ ચિત્તોડા રેકોર્ડ બનાવીને ઈન્દોર શહેરનું નામ રોશન કરી રહ્યો છે. આ ઈન્દોર શહેર માટે ગૌરવની વાત છે કે વિશ્વ સ્તરે અનઘ ચિત્તોડાએ સિદ્ધિ મેળવીને શહેરને ગૌરવ અપાવ્યુ છે.

અનઘ ચિત્તોડાને આંકડાઓના નાના અને મોટા અંતરનું જ્ઞાન છે. તે રામચરિતમાનસની ચોપાઈઓ અને સંસ્કૃતિના શ્લોકોનું વાંચન કરે છે. અનઘ ચિત્તોડા પાસે ઘણી બધી વિદ્યા છે. તેને મસાલા અને ભોજનના સામાનના નામની ઓળખની સાથે-સાથે તેનો સ્વાદ પણ ખબર છે.
કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં જ ખબર પડી જાય છે એટલે કે બાળકનું ભવિષ્ય શું હશે, તેને વર્તમાનથી જ જાણી શકાય છે. આવો જ નાનો બાળક છે અનઘ ચિત્તોડા. અનઘ હજુ ચાર વર્ષનો પણ નથી. રમકડા સાથે રમવાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર અનઘ ભલે આ એવોર્ડમાં મળેલા સર્ટિફિકેટ, મેડલ અને પ્રમાણને પોતાના રમકડાનો ભાગ માની રહ્યો હોય પરંતુ ઈન્દોરના ચિત્તોડા પરિવાર માટે આ ગર્વ અનુભવનારી પળ છે. અનઘની માતા આને ઈશ્વરી વરદાન માનતા ખુશી અનુભવી રહી છે કે કુશાગ્ર બુદ્ધિના પુત્રની માતા હોવાનું મને ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યુ છે.

વિશેષતાના કારણે વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડમાં અનઘનું નામ નોંધાયુ છે. વધુ આંકડાવાળી કરોડોની સંખ્યા જેને લખી શકવી તો દૂર પણ મોટી ઉંમરના બાળકો માટે વાંચવી પણ મુશ્કેલ થઈ જાય છે. તેને ખૂબ જ સહજરીતે વાંચવી અને લખવી અનઘની પહેલી ખાસિયત છે. લગભગ ૫૦ મોટી નાની સંખ્યાને માત્ર ૫ મિનિટ ૨૦ સેકન્ડમાં બતાવવી અનઘની ખાસિયત રહી, જેને વર્લ્ડવાઈડની ટીમે માન્યુ કે આવો રેકોર્ડ દુનિયામાં હજુ સુધી કોઈ બાળકના નામે નથી અને આ ખાસિયત અનઘની પહેલી આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિમાં નોંધાઈ.
માસ્ટર અનઘની માતા શિક્ષિકા છે અને પિતા ધારાસભ્યના અંગત મદદનીશ છે.

માતાએ કહ્યુ કે અનઘની શરૂઆતથી જ શાર્પ બુદ્ધિ છે. તેમણે કહ્યુ કે હુ એક ટીચર છુ, હુ જ્યારે ક્લાસમાં ભણાવતી હોવ ત્યારે મે જાેયુ કે બાળકોને આ બધુ આટલુ જલ્દી આવડતુ નથી. અનઘે આ બધુ નાની ઉંમરમાં જ શીખી લીધુ છે.
પરિવારમાં દાદા, દાદી અને અન્ય પરિવારજનો પાસેથી મળેલા સંસ્કારના કારણે તેને રામચરિતમાનસની ચોપાઈઓ અને સંસ્કૃતના શ્લોકો પણ કંઠસ્થ થઈ ગયા છે. આ તમામ ખાસિયતો સિવાય અનાજ, મસાલા, ડ્રાય ફ્રૂટ્‌સની ઓળખ, નામ અને સ્વાદ પણ અનઘને ખબર છે.

Share.
Exit mobile version