ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી અત્યાર સુધીમાં લગભગ ૫૦ લોકોના મોત થઈ ચૂક્યા છે.યમુના નદી ચેતવણીના સ્તરને પાર પહોંચવાની તૈયારીમાં છે. બપોરે ૨ વાગ્યે જૂના રેલવે બ્રિજ પર નદીનું જળસ્તર ૨૦૪.૮૮ મીટર નોંધાયું હતું. નદીનું જાેખમ સ્તર ૨૦૫.૩૩ મીટર છે. બપોરે ૨ વાગ્યે હથનીકુંડ બેરેજમાંથી ૨,૧૩,૬૭૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના વિક્ટોરિયા બ્રિજ અને પંચવક્ત્ર મંદિરની આસપાસના મંડીના ભયાનક દ્રશ્યો જાેવા મળ્યા હતા.ગુજરાતમાં સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં અને મહીસાગરના લુણાવાડા સૌથી વધુ ૪-૪ ઈંચ વરસાદ વરસ્યો છે. હિમાચલ પ્રદેશમાં મોડી રાત્રે બચાવ કામગીરીમાં, ટીમે મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક બિયાસ નદીમાં વરસાદ પછી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ફસાયેલા ૬ લોકોને બચાવ્યા. દેહરાદૂનના શિમલા બાયપાસ ચોક પાસે આવેલા રામગઢ ગામના. વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે.
હકીકતમાં, હિમાચલ રોડવેઝની ચંદીગઢથી હરિદ્વાર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ વરસાદી નદીમાં પાણી આવવાને કારણે ફસાઈ ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરોએ બસની છત પર ચઢીને અને પછી સલામત સ્થળે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. કસોલમાં રસ્તાના કિનારે હાઈવે પર વાહનો પાર્ક કરેલા હતા. આ દરમિયાન પાર્વતી નદીમાં પૂર આવ્યું હતું. લોકો કંઈ સમજે કે વાહનો હટાવે તે પહેલા ધમસમતા આવેલું નદીનું વહેણ તમામ વાહનોને ખેંચી ગયું હતું. આ જ રીતે મંડીમાં પૂરમાં કુલ્લુ-બંજાર-લુહરી-રામપુરાને જાેડતો ૫૦ વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આ પુલ વહી રહ્યો હતો, ત્યારે લોકોની ચીસોની પણ અવાજાે સંભળાઈ રહી છે.
પહાડોની સાથે મેદાની વિસ્તારોમાં પણ મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ગુરુગ્રામની નજીકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજના અંડરપાસની નીચે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તો પંજાબમાં વરસાદે કોઈ ઓછી તબાહી સર્જી નથી. વરસાદને કારણે ચંદીગઢની એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
જેના કારણે વહીવટીતંત્રને સોસાયટીની અંદર બોટ ચલાવવી પડી હતી.
મનાલીમાં ગુરુદ્વારા મણિકરણ સાહિબના દ્રશ્યો. પાણી મુખ્ય પુલ ઉપરથી ગુરુદ્વારા સાહિબમાં જાય છે.
ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. સોમવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હાપુડ અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રહી. લુધિયાણામાં પણ વરસાદને કારણે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.