તમે અને અમે મોટાભાગે કેટલાંક મેસેજનો રિપ્લાય ઈમોજીથી આપતા હોઈએ છીએ. જાે કે, આ ઈમોજીનો સટીક અર્થ શું થાય છે એના વિશે તમે જાણો છો ખરા. ક્યારેક આ રીતે ઈમોજી મોકલવી નુકસાકનકારક સાબિત થઈ શકે છે. આ રીતે એક ખેડૂતને ઈમોજી મોકવાનું ભારે પડી ગયું હતું. જાે કે, આ ઘટના આમ તો કેનેડાની છે. પરંતુ આ ઘટનાથી લોકોએ પાઠ ભણવાની પણ જરુર છે. આ ઘટના કેનેડાના સસ્કેચવાની છે. જ્યાં માર્ચ ૨૦૨૧માં એક અનાજ ખરીદનારાએ લોકલ ખેડૂત પક્રિસ એક્ટરનો પાક ખરીદવાનો કોન્ટ્રાક્ટનો ઓનલાઈન મેસેજ મોકલ્યો હતો. જેમાં નવેમ્બર મહિનામાં પાક ખરીદવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
જેને લઈને કોન્ટ્રાક્ટ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજનો જવાબ ક્રિસ એક્ટરે થમ્સ અપની ઈમોજી મોકલીને આપ્યો હતો. પરંતુ ક્રિસ એક્ટર નવેમ્બરમાં પાકની ડિલીવરી કરી શક્યો નહીં. એ સમયે પાકનો ભાવ પણ વધી ગયો હતો. જાે કે, ખેડૂતનું કહેવું છે કે મારા થમ્સ અપ ઈમોજીનો મતલબ હતો કે તેને કોન્ટ્રાક્ટ મળી ગયો છે. પરંતુ તેણે આ કોન્ટ્રાક્ટને કન્ફર્મ નહોતા કર્યો. બીજી તરફ, કોન્ટ્રાક્ટ આપનારા શખસનું કહેવું છે કે, ખેડૂતે આ ઈમોજી મોકલીને કોન્ટ્રાક્ટને કન્ફર્મ કરી દીધો હતો. એ પછી આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. તો કેનેડાની કોર્ટે થમ્સ અપ ઈમોજીને ઓફિશિયલ સિગ્નેચર માની લીધુ હતું.
એ પછી ખેડૂત પર ૫૦ લાખ રુપિયાનો દંડ લગાવ્યો હતો. જાે તમે પણ આ રીતે ઈમોજી મોકલતા હોવ તો તમને પણ કદાચ મુસીબતમાં પડવાનો વારો આવી શકે છે. જાે તમે સારી રીતે આવા ઈમોજીનો અર્થ જાણતા હોવ તો જ તેને મોકલવાનો આગ્રાહ રાખજાે. સ્ટડી મુજબ, થમ્સ અપ ઈમોજીને સામાન્ય રીતે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ વાતનું એપ્રુવલ આપવું હોય કે પછી ઓકે લખવું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, થમ્સ ડાઉનનો અર્થ થાય છે કે કોઈ મેસેજ કે કામ પસંદ આવ્યા નથી. આ રીતે તમામ ઈમોજીના અલગ અલગ અર્થ હોય છે.