જમાલપુર વિસ્તારમાં ગેરસમજણના કારણે સર્જાયેલ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રાત સુધીમાં આગચંપીની ઘટના બની. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો. કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ થઈ, જે મામલે પોલીસે કુલ ૧૬ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બબાલ કોઈ કોમી નથી.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પીર બાઈ ધોબીની ચાલીમાં ગઈકાલે બપોરે સ્થાનિક કનુભાઈ ઓડ નામના ઘરે પારિવારિક ઝઘડો થયો, જેમાં ગાળા- ગાળી થઈ. જાેકે પોલીસના કહેવા અનુસાર એક નાની ગેરસમજના કારણે ત્યાંના સ્થાનિકો અને કિન્નરો એકબીજા સામે ઉગ્રતાપૂર્વક સામસામે આવી ગયા. ગઈકાલે બપોરના સમયે કનુભાઈ ઓડ અને તેમના પરિવારમાં ઝઘડો થયો જ્યાં ગાળા ગાળી થઈ રહી હતી, જાેકે ત્યાં હાજર કિન્નરોએ આ ગાળો કિન્નરોને આપી હોવાની ગેર સમજ થઈ, બાદમાં મામલો બગડતા સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર બબાલ થઇ.
બપોરે બનેલ ઘટનાની અદાવતમાં બંને જૂથ વચ્ચે ફરીથી સાંજે બબાલ થઈ અને રાસ સુધીમાં આગચપી ઘટનામાં પરિવર્તિત થઈ. એક જૂથ દ્વારા મકાનને આગ લગાડવામાં આવી અને વાહન ને પણ આગ લગાડી અને મારામારી થઈ.
જાેકે ઘટનાની ગંભીરતાને જાેતા કાગડા પોલીસ સ્ટેશન ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઉપરાંત ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.
ઘટના બાદ બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધવામાં આવી જે મામલે પોલીસે અત્યાર સુધી કુલ ૧૬ આરોપીની ધરપકડ કરી છે. બંને જૂથના અલગ અલગ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે, એટલે કે એક જૂથના આરોપીઓને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજા જૂથના આરોગ્ય અને મણીનગર પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે, જેથી કરીને એકબીજા સામે આવી ફરીથી ઘર્ષણ ઊભુ થયુ. ઘટના સંદર્ભે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરી વિનંતી કરવામાં આવી છે કે લોકો આ ઘટના સંદર્ભે કોઈ અફવા સાંભળી કે જાણી ગેરમાર્ગે ન દોરાય. કેમ કે આ ઘટનામાં કોઈ કોમના લોકો સામ સામે ન હતા.