હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. કેટલીય જગ્યાએથી લેન્ડસ્લાઈડના વીડિયો સામે આવી રહ્યા છે. નદીઓ ગાંડીતૂર થઈ છે. આ દરમ્યાન રવિવારે કુલ્લૂની નજીક બ્યાસ નદીમાં એક કાર તણાઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર નદીમા તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે આગામી ૪૮ કલાક માટે હિમાચલ પ્રદેશના સાત જિલ્લા માટે રેડ એલર્ટ, ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને લાહુલ અને સ્પીતિ જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કર્યા છે. મૌસમ એજન્સીએ રાજ્યમાં ભૂસ્ખલન અને અચાનક પુરનું એલર્ટ જાહેર કર્યું છે.
ચંબા, કાંગડા, કુલ્લૂ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટા ભાગની જગ્યા પર વરસાદ થશે. તો વળી શિમલા, સોલન અને સિરમૌર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ૈંસ્ડ્ઢના એક અધિકારીએ કહ્યું કે, અમે રાજ્ય સરકાર સાથે પોતાના પૂર્વાનુમાન શેર કર્યું છે અને અચાનક પુર, ભૂસ્ખલન અને ઝાડ ઉખડવાની ચેતવણી જાહેર કરી છે. આ ઘટનાઓથી પાણી અને વીજળીની સપ્લાઈ પણ પ્રભાવિત થઈ શકે છે. કેરળથી લઈને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સુધી સારો વરસાદ થઈ રહ્યો છે.
આજે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે ‘રેડ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ અને દિલ્હીના વિડીયો જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રસ્તાઓ પર ઢીચણસમા પાણી ભરાયા છે. એક જગ્યાએ તો પૂરને કારણે આખી કાર પાણીમાં વહી ગઈ. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ધોરણ ૧૨ સુધીની શાળાઓ બંધ કરી દીધી છે. હિમાચલ પ્રદેશના મંડીમાં સોમવારે શાળાઓ અને કોલેજાેમાં રજા જાહેર કરવામાં આવી છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વિડીયોમાં જુઓ દેશભરના હવામાનની સ્થિતિ.