કેનેડાના વોટરલૂ શહેરમાં આવેલી વોટરલૂ યુનિવર્સિટીમાં છુરાબાજીની ઘટનાના પગલે ખળભળાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે.
પોલીસે છુરાબાજી માટે અટકાયતમાં લેવાયેલા વ્યક્તિનો ઈરાદો શું હતો તેની જાણકારી આપી નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વોટરલૂ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ અંદર આવ્યો હતો અને તેણે પૂછ્યુ હતુ કે, પ્રોફેસર ક્યાં છે. . . પ્રોફેસરે પોતાની ઓળખ આપી કે તરત તેણે ચાકુ કાઢ્યુ હતુ અને ક્લાસમાં રહેલા તમામ લોકો બહાર ભાગી ગયા હતા. આ દરમિયાનમાં આ વ્યક્તિએ એક વિદ્યાર્થીને ચાકુ મારી દીધુ હતુ. જાેકે પ્રોફેસરનુ શું થયુ તે ખબર નથી.
છુરાબાજી થઈ તે વખતે ક્લાસમાં ૪૦ વિદ્યાર્થીઓ મોજૂદ હતા. હુમલા બાદ વોટરલૂ યુનિવર્સિટીમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.
વોટરલૂ યુનિવર્સિટીએ કહ્યુ છે કે, અમે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે.
કેમ્પસમાં હવે કોઈ ખતરો નથી અને બુધવારે સાંજ સુધીના તમામ લેક્ચર રદ કરવામાં આવ્યા છે. જાેકે ગુરૂવારથી કેમ્પસમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.