દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગત વીકએન્ડ પર પોતાના અંડર કંસ્ટ્રક્શન ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈના બાંદ્રા-બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ઘર ખરીદ્યું છે. તેઓ ઘરનું કામ કેટલે પહોંચ્યું તે જાેવા માટે પહોંચ્યા હતા, એ વખતની તેમની કેટલીય તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કપલના ફેનપેજ પર વિડીયો અને તસવીરો શેર કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણે બ્લેક હૂડી અને ટ્રેક પેન્ટ્સ પહેર્યા હતા. જ્યારે રણવીર સિંહ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જાેવા મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, રણવીર સિંહના માતાપિતા પણ નવા ઘરનું કામ જાેવા તેમની સાથે હતા. ઓનલાઈન વાયરલ થઈ રહેલા વિડીયોમાં કપલ ચર્ચા કરતું જાેવા મળી રહ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સી-ફેસિંગ ક્વોડ્રાપ્લેક્સ ખરીદ્યું છે. તેમણે બાંદ્રા-બેન્ડસ્ટેન્ડમાં આવેલા સાગર રેશમ બિલ્ડિંગના ૧૬,૧૭,૧૮ અને ૧૯મા માળ ખરીદ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, દીપિકા અને રણવીરે ૧૧૯ કરોડ રૂપિયામાં આ પ્રોપર્ટી ખરીદી છે અને તેના માટે ૭.૧૩ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે.
દીપિકા અને રણવીરનું આ ડ્રીમ હોમ ૧૧,૨૬૬ સ્ક્વેર ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલું છે. શાહરૂખ ખાનના બંગલા મન્નતની નજીક ‘દીપવીર’નું ડ્રીમ હોમ આવેલું હોવાનું કહેવાઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ હાલ બે મોટા પ્રોજેક્ટનો ભાગ છે. પ્રભાસ સાથે તે પ્રોજેક્ટ દ્ભમાં જાેવા મળશે. આ સિવાય તે હૃતિક રોશન સાથે સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ફાઈટર’માં દેખાશે. ઉપરાંત દીપિકા પાસે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેક પણ છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે. રણવીર સિંહ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં આલિયા ભટ્ટ સાથે જાેડી જમાવશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. રણવીર ટૂંક સમયમાં જ આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી શકે છે.