છુટાછેડા લીધેલી મહિલાઓને ઘણા પ્રકારના મ્હેણા સાંભળવા પડે છે પરંતુ સદીઓ પહેલા એવો પણ સમય હતો જ્યારે મહિલાઓને ડિવોર્સ લેવા માટે પરવાનગી પણ નહોતી. તેઓ અત્યાચાર સહન કરવા માટે મજબૂર હતી, કેમ કે તેમને છુટાછેડા લેવાની મનાઈ હતી. આ બધુ ત્યાં સુધી ચાલ્યુ જ્યાં સુધી એક આશ્રમે આને બદલવાનું ના વિચાર્યુ.
૧૨મી અને ૧૩ મી સદી દરમિયાન જાપાની સમાજમાં તલાકની જાેગવાઈ નહોતી, પરંતુ આ માત્ર પુરુષો માટે જ હતી. પુરુષ પોતાની પત્નીઓને સરળતાથી ડિવોર્સ આપી શકતા હતા જ્યારે મહિલાઓ ઘરેલુ હિંસા વિરુદ્ધ અવાજ પણ ઉઠાવી શકતી નહોતી. તેમને પોતાનું આખુ જીવન પોતાના ટોક્સિક પતિઓને સમર્પિત કરી વિતાવવુ પડ્યુ કેમ કે અલગ થવાની કોઈ કાયદાકીય રીત નહોતી. જાેકે, ૧૨૮૫માં માતસુગોકા ટોકેઈ-જી, જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે. તેના દરવાજા એવી મહિલાઓ માટે ખુલ્યા જેઓ ઘરેલૂ હિંસાની શિકાર હતી.
ડિવોર્સ ટેમ્પલ કે તલાકનું મંદિર એ નામ સાંભળવામાં જેટલુ અજીબ છે, તેટલો જ અનોખો તેના પાછળનો વિચાર છે. મટસુગાઓકા ટોકેઈજી નામના આ મંદિરને ૬૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યુ હતુ. આ જાપાનના કામાકુરા શહેરમાં સ્થિત છે. જાપાનનું આ મંદિર એવી ઘણી મહિલાઓનું ઘર છે, જે ઘરેલૂ હિંસાનો શિકાર બની. આનુ કારણ ભલે ખૂબ દુઃખદ અને દિલ દુભાવનારુ હોય પરંતુ તેની આકરી જરૂર પણ હતી. સદીઓ પહેલા ઘણી મહિલાઓ પોતાના અત્યાચારી પતિથી બચવા માટે આ મંદિરમાં આશરો લેતી હતી.
આ ખાસ મંદિરને કાકૂસાન-ની નામની એક નને પોતાના પતિ હોજાે ટોકીમૂનની યાદમાં બનાવ્યુ હતુ. અહીં તેમણે તે તમામ મહિલાઓનું સ્વાગત કર્યુ

Share.

Leave A Reply

Exit mobile version