જુલાઈ ૨૦૨૩ સુધીમાં એવરેજ સેલેરી સર્વેનો ડેટા આવી ગયો છે. ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. ૧૮,૯૧,૦૮૫ છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. ૫,૭૬,૮૫૧ છે. બીજી તરફ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની સેલેરીમાં તફાવત પણ વધુ છે. પુરુષોને એવરેજ સેલેરી ૧૯ લાખ ૫૩ હજાર રૂપિયા અને મહિલાઓને એવરેજ સેલેરી ૧૫ લાખ ૧૬ હજાર રૂપિયાથી વધુ મળે છે.એવરેજ સેલેરી સર્વે વિશ્વભરના ૧૩૮ દેશોમાં હજારો વ્યક્તિઓનો સેલેરી ડેટા રજૂ કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. ભારત માટે આપવામાં આવેલી માહિતી ૧૧,૫૭૦ લોકોની સેલેરી પર આધારિત છે. વિવિધ કારકિર્દી ક્ષેત્રોમાં મેનેજમેન્ટ અને બિઝનેસમાંથી સૌથી વધુ સરેરાશ આવક રૂ. ૨૯ લાખ ૫૦ હજાર ૧૮૫ છે. ત્યારબાદ લોકોએ લો પ્રોફેશનમાંથી આવક મેળવી છે જેમાં વાર્ષિક સરેરાશ આવક ૨૭ લાખ ૨ હજાર ૯૬૨ રૂપિયા થઈ છે.

સર્વેના આંકડા પ્રમાણે ૨૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લોકોને ૩૮ લાખ ૧૫ હજાર ૪૬૨ રૂપિયા સેલેરી આપવામાં આવે છે. બીજી તરફ ૧૬ થી ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા લોકોને ૩૬ લાખ ૫૦ હજારથી વધુ સેલેરી મળે છે.બીજી તરફ ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા લોકો સૌથી વધુ પગાર સરેરાશ ૨૭ લાખ ૫૨ હજારથી વધુ કમાય છે જ્યારે હાઈસ્કૂલની ડિગ્રીથી નીચેના લોકો વાર્ષિક ૧૧ લાખ ૧૨ હજારથી વધુ કમાય છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં લોકોની એવરેજ સેલેરી ૨૦ લાખ ૪૩ હજાર ૭૦૩ રૂપિયા છે. ત્યાં ૧,૮૯૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરમાં એવરેજ સેલેરી ૧૯ લાખ ૯૪ હજાર ૨૫૯ રૂપિયા છે. રાજસ્થાનના જાેધપુરની એવરેજ વાર્ષિક સેલેરી રૂ.૧૯,૪૪,૮૧૪ છે. પુણે અને શ્રીનગરમાં એવરેજ વાર્ષિક સેલેરી ૧૮ લાખ ૯૫ હજાર ૩૭૦ રૂપિયા છે. અને હૈદરાબાદમાં વાર્ષિક સેલેરી ૧૮ લાખ ૬૨ હજાર ૪૦૭ રૂપિયા છે.

સર્વે રિપોર્ટ પ્રમાણે શહેરોમાં એવરેજ વાર્ષિક સેલેરીની દ્રષ્ટિએ સોલાપુર સૌથી વધુ આંકડાઓ વાળુ શહેર તરીકે ઉભરી આવ્યું છે. જે વાર્ષિક ૨૮ લાખ ૧૦ હજાર ૦૯૨ રૂપિયા ચૂકવે છે. જાેકે આ શહેરમાં માત્ર બે લોકોનો જ સર્વે કરવામાં આવ્યો છે. બીજી તરફ મુંબઈમાં ૧,૭૪૮ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે ત્યાં લોકોની એવરેજ સેલેરી ૨૧ લાખ ૧૭ હજારથી વધુ છે. આ ઉપરાંત બેંગ્લોરમાં લોકોની એવરેજ વાર્ષિક સેલેરી ૨૧.૦૧ લાખથી વધુ છે. અહીં લગભગ ૨,૮૦૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
ભારતના યુપીમાં સૌથી વધુ એવરેજ સેલેરી ૨૦,૭૩૦ રૂપિયા છે. યુપી બાદ પશ્ચિમ બંગાળની એવરેજ સેલેરી ૨૦,૨૧૦ રૂપિયા છે અને મહારાષ્ટ્રમાં એવરેજ સેલેરી રૂ. ૨૦,૧૧૦ છે. બિહાર ૧૯,૯૬૦ રૂપિયાની એવરેજ સેલેરી સાથે ચોથા નંબર પર છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન રૂ. ૧૯,૭૪૦ સાથે પાંચમા નંબરે છે.

Share.
Exit mobile version