અમેરિકામાં અત્યારે ફ્લાઈટ મોડી પડી રહી છે જેનું કારણ ૫જી નેટવર્ક છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી વિમાનોમાં જ્યાં સુધી અપડેટેડ રેડિયો અલ્ટીમેટર લગાવશે નહીં ત્યાં સુધી આ મુશ્કેલી રહેશે. જૂના અલ્ટીમેટર ૫જી-સી બેન્ડને ઓળખી શકતા નથી. તેમણે કહ્યુ કે ૧ લી જુલાઈથી આ સમસ્યા વધવાની શક્યતા છે.
તેમણે કહ્યુ, ફ્લાઈટ મોડી પડવી અને કેન્સલ થવાનું રિસ્ક વધી ગયુ છે. આ ગરમીઓમાં આ એક મોટી સમસ્યા બની શકે છે. ઉડ્ડયન સુરક્ષા અધિકારીઓનું કહેવુ છે કે ૫જી સિગ્નલ ડિવાઈસને ભ્રમિત કરી દે છે. આનાથી વિમાન અને પૃથ્વીની વચ્ચેનું અંતર નક્કી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખરાબ હવામાન દરમિયાન લેન્ડિંગ માટે આ રીડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જાેકે વાયરલેસ કંપનીઓએ આ દાવાને ફગાવી દીધો છે.
૨૦૨૦ની શરૂઆતમાં પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી ફ્લાઈટ રદ કરવી પડી હતી. તે સમયે પણ વાયરલેસ કંપનીઓ નવા સિગ્નલને લોન્ચ કરી રહી હતી. અમેરિકી સરકારની એજન્સીઓ સેટેલાઈટ ટીવી માટે ઉપયોગ થતા બેન્ડનો ઉપયોગ ૫જી ટેકનિકમાં કરવા પર મુશ્કેલી વ્યક્ત કરે છે. વેરિઝોન અને એટી એન્ડ ટી કંપનીએ મળીને આને રાઈટ ખરીદ્યા છે. એફએએ એ કહ્યુ હતુ કે ૫જી સી બેન્ડ સ્પેક્ટ્રમ વિમાનોના અલ્ટીમીટરને પ્રભાવિત કરી શકે છે. આનાથી લેન્ડિંગમાં મુશ્કેલી થઈ શકે છે. ૨૦૧૫માં પણ આ પ્રકારની ચર્ચા થઈ હતી. જે બાદ ૫૦ એરપોર્ટ નજીક આ પ્રકારના સિગ્નલને બેન કરવામાં આવ્યા હતા. જાેકે હવે ૧ જુલાઈ બાદથી અલ્ટીમીટરને અપડેટ કરવાની જરૂર હશે. અમેરિકન એરલાઈન, સાઉથ વેસ્ટ એરલાઈન અને ફ્રંટિયર એરલાઈને અલ્ટીમીટર અપડેટ કરાવ્યા છે તેથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. જાેકે ડેલ્ટા, જેટબ્લૂએ સ્વીકાર કર્યો છે કે તેમના ઘણા બધા વિમાન હજુ અપડેટેડ અલ્ટીમીટરથી લેસ નથી.

Share.
Exit mobile version