ટાઈટેનિકના કાટમાળ અને આસપાસના સમુદ્રના વિસ્તારની સફર કરાવતી સબમરિન ગુમ થતા ચકચાર
નોર્થ એટલાન્ટિકમાં કે જ્યાં ટાઈટેનિક જહાજ ડૂબ્યું હતું ત્યાં વધુ એક દુર્ઘટના ઘટી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટાઈટેનિકના કાટમાળ અને આસપાસના સમુદ્રના વિસ્તારની સફર કરાવતી સબમરિન ગુમ થતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ટૂરિસ્ટ સબમરિન પણ ટાઈટેનિકના કાટમાળના વિસ્તારથી જ ગુમ થઈ ગઈ છે. એજન્સી અને યાનનું સંચાલન કરતી કંપનીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટી ઓફિસર લોર્ડેસે જણાવ્યું કે કોસ્ટ ગાર્ડ અધિકારીઓ સબમરિન (સ્મોલ સબમરીન)ની શોધખોળ કરી રહ્યા છે. આનું સંચાલન ઓશનગેટ એક્સપિડિશન દ્વારા કરવામાં આવે છે. જાેકે આ સબમરિનમાં કેટલા લોકો સવાર હતા એની વિગતો મળી રહી નથી. આમાં કુલ ૫ લોકો મુસાફરી કરી શકે છે.
ઓસીઅનગેટ કંપની છે કે જે આવી સ્મોલ સબમરિનમાં ટૂરિસ્ટને ટાઈટેનિકના કાટમાળ સુધી સફર કરાવે છે. કંપનીએ વેબસાઈટ પર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ટૂરિસ્ટને લઈ જતી જે સબમરિન છે તેની શોધખોળની પ્રક્રિયા હાલ શરૂ છે. વધુમાં કંપનીએ જણાવ્યું કે અમારી આ સ્મોલ સબમરિનમાં કુલ ૫ લોકો સવારી કરી શકે છે. જેમને ટાઈટેનિકમાં ડાઈવ અને કાટમાળની સફર અમે કરાવીએ છીએ. અત્યારે કંપની દ્વારા તેમના ક્રૂને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ વિકલ્પો શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે કંપનીએ વધુમાં કહ્યું કે અમારી ટીમનું સંપૂર્ણ ધ્યાન સબમરિનમાં ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારને સુરક્ષિત પરત લાવવા પર અમારુ ધ્યાન છે.
ઓસીઅનગેટ કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે અમે અત્યારે આ સબમરિન સાથે ફરીથી સંપર્ક સાધવાના તમામ પ્રયાસો કરી