વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં એકતરફી હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયા ઘરે પરત ફરી છે. તેવામાં હવે વિરાટ કોહલીના ટેસ્ટમાં કંગાળ પ્રદર્શનના કારણે ફેન્સ નિરાશ થઈ ગયા હતા. એક સમયે એવો હતો કે આ ખેલાડી એક એન્ડથી મેચ ચલાવતો અને ભારત મેચ જીતી જતું હતું. પરંતુ હવે ટેસ્ટમાં સતત ફ્લોપ રહેતા કોહલી પર કટાક્ષ કરતા આકાશ ચોપરાએ મોટી વાત કહી દીધી છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે પહેલા જે ટેસ્ટ વર્લ્ડ ક્રિકેટની હ્લછમ્-૪ ક્લબ હતી એમાંથી વિરાટ કોહલી બહાર ફેંકાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ ક્લબમાં વિરાટ કોહલી, જાે રૂટ, કેન વિલિયમ્સન અને સ્ટીવ સ્મિથનો સમાવેશ થતો હતો. પરંતુ હવે આકાશે વધુમાં કહ્યું કે આ હ્લછમ્-૩ ક્લબ બની ગઈ છે અને કોહલી આનાથી બહાર ફંગોળાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જાે રૂટ અને કેન વિલિયમ્સનને તેની શાનદાર બેટિંગના કારણે હ્લછમ્-૪ ક્લબમાં સામેલ કરાયા હતા. આને ચાર ખેલાડીઓનું રાખવામાં આવ્યું હતું કારણે તેઓ આખા વિશ્વમાં જઈને કોઈપણ મેદાન હોય જાેરદાર રન કરતા હતા. વર્લ્ડ ક્રિકેટમાં તેમના નામથી બોલર્સ ગભરાઈ જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીએ પોતાની લય ટેસ્ટ ક્રિકેટમાં ગુમાવી દીધી છે. એનું સીધું પરિણામ એ આવ્યું કે ફેન્સ નિરાશ થવા લાગ્યા અને ભારતની વિનિંગ ટકાવારી ઘટવા લાગી.
આકાશ ચોપરાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર વાતચીત કરતા જણાવ્યું કે હવે કોહલી ખરાબ ફોર્મમાં છે. અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં હ્લછમ્-૪ જેવું કઈ રહ્યું જ નથી. કોહલી આ ક્લબની તો ક્યાય બહાર ફંગોળાઈ ગયો છે. અત્યારે આમાં હવે હ્લછમ્-૩ જ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આકાશ ચોપરાના આ નિવેદન પછી હોબાળો મચી ગયો છે.

સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ફેન્સ ગુસ્સે થઈ ગયા છે. તો બીજી બાજુ વિરાટ કોહલીને લઈને ઘણા લોકો ટિકા પણ કરી રહ્યા છે. પરંતુ આકાશ ચોપરાના આ એક નિવેદનથી ખળભળાટ મચી ગયો હોય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.
વિરાટ કોહલી, જાે રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન એક સમયે ચોક્કસપણે હ્લછમ્-૪નો ભાગ હતા. આ યાદીમાં ડેવિડ વોર્નરનું નામ પણ લેવામાં આવ્યું હતું. અમે અહીં ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચેના ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ. જાેકે, હવે તે હ્લછમ્-૪ નહીં પણ હ્લછમ્-૩ છે. જાે વિરાટ કોહલીના ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ૬૨ મેચમાં ૫૬૯૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૨૨ સદી પણ ફટકારી હતી અને તે સતત સારુ રમી રહ્યો હતો. જાેકે તેની બેટિંગ હવે પહેલા જેવી રહી નથી. ત્યારબાદ તેણે ૨૫ મેચમાં ૧૨૭૭ રન બનાવ્યા હતા.

Share.
Exit mobile version