ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ ૨૦૨૩ની મેચ શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાન આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરશે, પરંતુ તે ઘરઆંગણે માત્ર ૪ મેચોનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.એશિયા કપ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે દક્ષીણ આફ્રિકાના ડરબનમાં આઈસીસીબોર્ડની બેઠક પહેલા જય શાહ અને ઝકા અશરફે અનૌપચારિક બેઠક કરી હતી. બીસીસીઆઈના અધિકારીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ આગામી એશિયા કપમાં તેની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે.

તેણે કહ્યું કે એશિયા કપ ૨૦૨૩માં લીગ સ્ટેજની ૪ મેચ પાકિસ્તાનમાં યોજાશે, ત્યાર બાદ બાકીની મેચો શ્રીલંકામાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ૨ મેચનો સમાવેશ થાય છે. જાે બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, બીસીસીઆઈસેક્રેટરી જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે બીસીસીઆઈઅધિકારીએ કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી, ન તો ભારતીય ટીમ ત્યાં જઈ રહી છે કે ન તો સચિવ જય શાહ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ બેઠક માત્ર એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી છે.

Share.
Exit mobile version