એશિયન બજારોમાં નબળા વલણ અને તાજા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે, ભારતીય સ્થાનિક શેરબજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું. ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૦ ના સ્તર ની નીચે બંધ થયા છે. મીડિયા અને મેટલને લગતા શેરોમાં ઘટાડો થયો. આઈસીઆઈસીઆઈસિક્યોરિટીઝ, નેટકોફાર્મા ટોપ ગેનર્સમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે અદાણીના શેર તૂટતા જાેવા મળ્યા હતા.
એશિયાઈ બજારો સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા, જે વાસ્તવમાં શુક્રવારે ભારતીય શેરબજારમાં પતન તરીકે જાેવામાં આવ્યું હતું. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે શરૂઆતના વેપારમાં ઘટ્યા હતા, જે આગલા દિવસના ઘટાડા સાથે વધુ ઉમેરે છે. વધતા વૈશ્વિક વ્યાજદરોએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો કર્યો છે. તાજેતરની તેજી પછી પ્રોફિટ-બુકિંગ વચ્ચે પણ બજાર ઘટ્યું હતું.
બીએસઈ સેન્સેક્સ ૨૫૯.૫૨ પોઈન્ટ અથવા ૦.૪૧% ઘટીને ૬૨,૯૭૯.૩૭ પર બંધ થયો હતો. જ્યારે એનએસઈનિફ્ટી ૧૦૫.૭૫ પોઈન્ટ અથવા ૦.૫૬% ના ઘટાડા સાથે ૧૮,૬૬૫.૫૦ ના સ્તર પર બંધ થયો.
૩૦ શેરના સેન્સેક્સ પેકમાં ૨૨ શેરો લાલ નિશાન સાથે બંધ થયા હતા, જેમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ અને બજાજ ફાઈનાન્સ શેરોનો સમાવેશ થાય છે. ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્‌સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈબેન્ક, ભારતી એરટેલ અને નેસ્લેએ લીલા નિશાન સાથે ૮ શેરોમાં સ્થાન બનાવ્યું અને તેમના રોકાણકારો નફામાં રહ્યા.
ટોપ ગેઇનર્સ લિસ્ટના ૫ શેરોમાં નેટકો ફાર્મા ૭.૫૦ ટકાના વધારા સાથે રૂ. ૪૭ પર બંધ રહ્યો હતોસીઆઈસીઆઈસિક્યોરિટીઝના શેરમાં ૭.૦૪ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ડીસીએમ શ્રીરામના શેરમાં ૫.૮૬ ટકાનો વધારો થયો હતો. એ જ રીતે, જીલેટ ઈન્ડિયાના શેરમાં ૫.૪૨ ટકા અને સીઈઈન્ફો સિસ્ટમના શેરમાં ૪.૫૦ ટકાનો વધારો થયો હતો. અદાણી ગ્રુપના શેર ટોપ લૂઝર્સમાં સામેલ હતા. અદાણી એન્ટરપ્રાઇઝ ૬.૮૩ ટકા ઘટીને બંધ રહ્યો હતો.

Share.
Exit mobile version