જેસલમેરના બાડમેર જિલ્લાના ધોરીમાન્ના પોલીસ સ્ટેશન વિસ્તારના જેતમાલ ગામમાં એક પ્રેમીપંખીડાની પ્રેમકહાણીનો કરુણ અંત આવ્યો હતો. જ્યાં પ્રેમિકાના કોઈ અન્ય સાથે લગ્ન થતાં જાેઈ ઉદાસ થયેલા પ્રેમીએ ૪ જુલાઈના રોજ પાણીની ટાંકીમાં કૂદકો મારી પોતાનો જીવ આપી દીધો હતો. તો બીજી તરફ લગ્નના ત્રણ દિવસ બાદ નવપરિણીત યુવતીએ પણ કૂવામાં પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો. ૨૮ વર્ષીય પુરખારામના પરિવારે લપસી ગયા બાદ પાણીની ટાંકીમાં પડી જવાથી મોત થયું હોવાનું કહ્યું હતું. શુક્રવારે નવપરિણીત અનિતાના (૨૨) પિતાએ કૂવામાં કૂદીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે કેસ નોંધ્યો હતો અને તે પ્રેમ પ્રેકરણનો કિસ્સો હોવાનું માન્યું હતું. સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. ધોરીમાન્ના પોલીસે કહ્યું હતું કે, શુક્રવારે સવારે આશરે ૬ વાગ્યે અનિતા ગમાણમાં દૂધ દોહવા માટે ગઈ હતી અને પરત ફરી નહોતી. પરિવારે આસપાસમાં શોધ કરી છતાં તે ક્યાંય મળી નહોતી. જે બાદ પરિવારજનોએ તેના પગલાના નિશાનને અનુસરતા તેની લાશ કૂવામાંથી મળી આવી હતી. ધોરીમાન્ના પોલીસ સ્ટેશનના એએસઆઈ લખરામે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. બંને મૃતકો એક જ ગામના વતની હતા. જીવનનો અંત આણતા પહેલા યુવતીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેણે પ્રેમી સાથેની તસવીરો શેર કરીને ઉલ્લેખ કર્યો હતો કે… તમે મારી સાથે આવું કેમ કર્યું? તમે કેટલા વચનો આપ્યા હતા અને તમે પોતે મને અધવચ્ચે મૂકીને આ ક્રૂર દુનિયામાં એકલી છોડીને કેમ જતાં રહ્યા. તમે મને દગો કેમ આપ્યો? તમે મને સાથે જીવવા-મરવાનું વચન આપ્યું હતું તો પછી એકલા આ પગલું કેમ ભર્યું? મેં તમને સાચો પ્રેમ કર્યો હતો. મારી જાન તેથી મને તમારી યાદ જીવવા દેતી નથી. તમે એકવાર પણ મારા વિશે વિચાર્યું નહીં? આમ તો ભૂલ મારી જ છે. હંમેશા મારી તમારી સાથે વાત થતી રહે છે પરંતુ તમે જ્યારે આવું કર્યું ત્યારે જ ન થઈ. તમે હંમેશા મારી જાન રહેશો. મેં તમને તમારી સાથે દુનિયા છોડવાનું નક્કી કર્યું હતું. તમે એકલાએ આમ કેમ કર્યું? તમે મને એકલી છોડીને કેમ જતાં રહ્યા? હું તમારા વગર નહીં રહી શકું. ડીજે મ્યૂઝિકના વિક્રેતા ઈરફાનની ગુરુવારે ઝાલાવાડ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રાડી કે બાલાજી રોડ પર દુકાન બહાર કેટલાક શખ્સોએ ધારધાર હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી. ઈરફાનના ભાઈએ દુકાનની સામે આવેલા ઘરમાં રહેતા શાહઝાગ અને પેપ્પી નામના બે શખ્સો સામે હત્યાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. હત્યા પાછળનું કારણ પ્રેમસંબંધ જવાબદાર હોઈ શકે છે તેમ પોલીસે કહ્યું હતું. ઈરફાનને ગળા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. સર્કલ ઓફિસર ડીસીપી મુકુલ મિશ્રાએ કહ્યું હતું કે, લોકલ ઈનપુટ મુજબ આ ઘટના માટે પ્રેમપ્રકરણ જવાબદાર હતું. આરોપીઓની ધરપકડ હજી સુધી થઈ નથી.