ફ્લાઈટમાં પેસેન્જરોની તબિયત લથડતા ઘણીવાર ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે છે. તેવામાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં અચાનક એક પેસેન્જરને ગભરામણ શરૂ થઈ અને સ્વેટિંગ ચાલુ થઈ ગયું હતું. જાેતજાેતામાં તેના હાર્ટબિટ્સ લો થતા ગયા હતા. પલ્સ રેટમાં ફેરફાર થતાં ફ્લાઈટમાં પેસેન્જરને બચાવવા માટે ક્રૂ મેમ્બર્સ સહિત એક મહિલા પેસેન્જર કે જે વ્યવસાયે ડોકટર પણ છે તેઓ મદદ કરવા માટે પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં રહેતા ડો. દિવ્યા માથુર એનેસ્થેસિયોલોજિસ્ટ છે. તેમણે તાત્કાલિક સારવાર શરૂ કરતા પેસેન્જરને હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો જણાયા હતા, ત્યારપછી ઉપચાર શરૂ કરતા જાેવાજેવી થઈ હતી.
સોમવારે વડોદરા શહેર સ્થિત એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. દિવ્યા માથુરે દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં સવાર ૩૬ વર્ષીય વ્યક્તિનો જીવ બચાવી લીધો છે. મિડ એર મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સામે આવતા ડો. દિવ્યા કે જે પેસેન્જર હતા તેમણે સમયસૂચકતા રાખી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ૩૬ વર્ષીય પેસેન્જરને અચાનક જ ગભરામણ થઈ અને લો પલ્સ રેટ સાથે ભારે પરસેવો છૂટી ગયો હતો. ડો. દિવ્યાના જણાવ્યા પ્રમાણે આ પેસેન્જરમાં હાર્ટ એટેકની શરૂઆતના લક્ષણો જાેવા મળ્યા હતા. જેથી કરીને ક્રૂ મેમ્બર્સ સહિત અન્ય સ્ટાફે મળીને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.
દર્દીની તબિયત અચાનક લથડી ગઈ હતી પરંતુ તે ભાનમાં હતો. આ દરમિયાન ડોકટરે ફ્લાઈટમાં ચઢતા પહેલા પેસેન્જરે શું શું કર્યું હતું એની વિગતો માગી હતી. ત્યારે જાણવા મળ્યું કે ૩૬ વર્ષીય પેસેન્જર શિમલાથી ચંદિગઢ અને પછી ત્યાંથી મોહાલી સુધી ૧૮ કલાકની રોડ ટ્રિપ કરીને આવ્યા હતા. એટલું જ નહીં ત્યારપછી તિર્થન ટ્રીથાનવેલીમાં ટ્રેકિંગ કરી દિલ્હીથી ૪.૩૦ વાગ્યે સવારે