દિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.
નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે છે અને ભારત દેશનો ઇતિહાસ છે કે તેને ક્યારેય વિશ્વાસઘાત કરનારાઓને માફ નથી કર્યો.
એનસીપીપ્રમુખ શરદ પવાર દિલ્હી પહોંચ્યા છે. સાથે જ સુપ્રિયા સુલે પણ ગયા છે. શરદ પવારે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.
બુધવારે અજિત પવાર જૂથ તરફથી નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે ચૂંટણી પંચને એક સોગંદનામા દ્વારા જાણ કરવામાં આવી છે કે અજિત પવારને ૩૦ જૂને એનસીપીના સભ્યોએ બહુમતથી એનસીપી પ્રમુખ ચૂંટ્યા છે.