શહેરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી. સાવલી તાલુકામાં આવેલાં દેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું ગયા શુક્રવારના રોજ અપહરણ થયું હતું. હવે આ મહિલા કોન્સ્ટેબલ શનિવારે મધ્ય પ્રદેશના નીમચ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. આ ઘટનાની જાણ દેસર પોલીસને કોન્સ્ટેલબલ મણિ ચૌધરીના પાર્ટનર સદ્દામ ગરાસિયાએ કરી હતી. ગરાસિયાએ દાવો કર્યો હતો કે, તેણે શુક્રવારે ચૌધરીને ફોન કર્યો હતો, કારણ કે તે લેટ થઈ ગયા હતા. તેઓએ પોલીસને એવું જણાવ્યું કે, નજરે જાેનારાએ તેમને એવું જણાવ્યું કે, ચૌધરીનું અપહરણ વેજપુર ગામની પાસે આવેલી એક કેનાલ પાસેથી કરવામાં આવ્યું હતું. તેમનું વાહન પણ નહેર પાસેથી મળી આવ્યું હતું.

આ ઘટના બાદ ગરાસિયાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. જાે કે, મણિ ચૌધરી ઘરે ગયા એ પહેલાં શુક્રવારની સવાર સુધી વાયરલેસ સેટ પર ફરજ પર હતા. શનિવારે સામે આવ્યું કે મણિ ચૌધરી મધ્ય પ્રદેશના નીમચ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તેઓ કેવી રીતે ત્યાં પહોંચ્યા એ અંગે પોલીસ પાસે કોઈ જાણકારી નથી, એવું દેસર પોલી સ્ટેશનના સબ ઈન્સપેક્ટર એ.એમ. પરમારે જણાવ્યું હતું.
મહત્વનું છે કે, મણિ ચૌધરી પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. જ્યાં તેમનો સંપર્ક ગરાસિયા સાથે થયો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતા. ગયા જાન્યુઆરી મહિનામાં પણ આવું જ કંઈ થયું હતું.

તેઓએ પોલીસ સ્ટેશનમાં રજાની અરજી આપી હતી અને પોતાના સંબંધીને એવું જણાવ્યું હતું કે, તે વિદેશ જાય છે અને ગુમ થયા હતા. જાે કે, તેમનો મોબાઈલ ફોન ન લાગતા તેમના પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. એ સમયે તે મહારાષ્ટ્રમાં ગરાસિયા સાથે મળી આવ્યા હતા.મહત્વનું છે કે, જ્યારે આ વાત સામે આવી કે, મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયુ છે ત્યારે સમગ્ર પોલીસ બેડામાં આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જે બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. મહિલા કોન્સ્ટેબલનું કોણે અપહરણ કર્યુ હતું અને આખી ઘટના શું છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ખરેખરમાં આ મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયુ હતું કે પછી અન્ય કારણ હતું. એનો ખુલાસો પોલીસ પૂછપરછ બાદ થઈ શકે છે.

Share.
Exit mobile version