ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની તેમની જ ટીમના ખેલાડી દીપક ચહર સાથે ખુબ જ સારો સંબંધ ધરાવે છે. બંને ક્રિકેટના મેદાન સિવાય ઘણા પ્રસંગોએ પણ સાથે જાેવા મળ્યા છે. ધોની અને ચહર વચ્ચેનો બ્રોમાંસ ચેન્નઈમાં પણ જાેવા મળ્યો હતો, જ્યારે એક કાર્યક્રમમાં એમએસ ધોનીએ દીપક ચહરની તુલના ‘ડ્રગ’ સાથે કરી હતી અને કહ્યું હતું કે તે તેના જીવનમાં ક્યારેય ‘પરિપક્વ’ ચહરને નહીં મળે. ધોની તામિલ ફિલ્મ ‘લેટ્‌સ ગેટ મેરિડ’ના ટ્રેલર અને ઓડિયો લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રવિવારે ચેન્નઈ પહોંચ્યો હતો. આ ફિલ્મ ધોનીએ પોતે જ બનાવી છે. તેની કંપનીનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ છે. ધોની અને તેની પત્ની સાક્ષીનું સીએસકે ચાહકો દ્વારા ખુબ જાેશભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએસકેએ આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટની કેટલીક ફોટોસ પણ શેર કરી હતી.

ધોનીએ આ જ ઇવેન્ટ દરમિયાન દીપક ચહર વિશે કહ્યું હતું કે, દીપક ચહર એક ડ્રગની જેમ છે, જાે તે ત્યાં નથી, તો તમે વિચારશો, તે ક્યાં છે – જાે તે આસપાસ છે, તો તમે વિચારશો કે તે અહીં કેમ છે – સારી વાત એ છે કે તે પરિપક્વ થઈ રહ્યો છે પરંતુ તે સમય લે છે અને તે જ સમસ્યા છે. હું તેને મારા જીવનકાળમાં પરિપક્વ થતો નહી જાેઈ શકુ. ધોનીએ એમ પણ કહ્યું કે તેને ચેન્નઈના લોકોએ લાંબા સમય પહેલા સ્વીકાર્યો હતો કારણ કે તેણે અહીં તેના કરિયરના કેટલાક સૌથી મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા હતા. ધોનીએ કહ્યું કે મારી ટેસ્ટ ડેબ્યૂ ચેન્નઈમાં થઈ હતી, મારો સૌથી વધુ ટેસ્ટ સ્કોર ચેન્નઈમાં હતો, હવે તમિલમાં મારી પ્રથમ પ્રોડક્શન ફિલ્મ પણ ચેન્નઈમાં જ છે, ચેન્નઈ મારા માટે વધુ ખાસ છે, મને અહીં ઘણા સમય પહેલા દત્તક લઇ લેવાયો હતો.”

Share.
Exit mobile version