નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા એક ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના એક ગામનો ૨૬ વર્ષનો હાર્દિક પ્રજાપતિ અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની હિરલ પટેલ છેડછાડ કરાયેલા પાસપોર્ટ પર કેનેડા જઈ રહ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે તેમણે ચેન્નઈથી વાયા દિલ્હી થઈ ટોરેન્ટો જતી ફ્લાઈટમાં પોતાના સમગ્ર પ્રવાસનું ચેક-ઈન પણ કરી લીધું હતું. જાેકે, ચેન્નઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલી તેમની ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ ત્યારે એરલાઈનના સ્ટાફને શંકા જતાં આ બે પેસેન્જર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પરથી પકડાયેલા આ ગુજરાતી યુવક-યુવતીનો મૂળ પ્લાન કેનેડા પહોંચ્યા બાદ ત્યાંથી ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસી જવાનો હતો. ૧૪ જૂનની આ ઘટનામાં એરલાઈન તરફથી માહિતી મળ્યા બાદ પોલીસે હાર્દિક અને હિરલની તપાસ કરતાં તેમની પાસેથી મળેલા પાસપોર્ટ છેડછાડ કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું. કેનેડાના બે અને અમેરિકાના એક એજન્ટે હિરલ અને હાર્દિક માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી, જે ખરેખર તો મૂળ પંજાબના લુધિયાણાના અને માર્ચ ૨૦૨૩માં કેનેડા સેટલ થઈ ગયેલા એક કપલના હતા. જેમનું નામ શિવાની બંસલ અને સની બંસલ હોવાનું જાણવા મળ્યું હતું, ૩૭ વર્ષની આસપાસની ઉંમર ધરાવતું આ કપલ ૨૯ માર્ચે વર્ક પરમિટના આધારે ઈન્ડિયાથી કેનેડા ગયું હતું. હિરલ અને હાર્દિકને અમેરિકા મોકલવાનું કામ હાથમાં લેનારા એજન્ટોએ પંજાબી કપલના પાસપોર્ટ ગમે તેમ કરીને ઈન્ડિયા મોકલી દીધા હતા, અને તેમાં છેડછાડ કરીને હિરલ અને હાર્દિકને નકલી પતિ-પત્ની બનાવી કેનેડાની ફ્લાઈટમાં બેસાડી દીધા હતા. પંજાબી કપલ બનીને કેનેડા જઈ રહેલા હિરલ અને હાર્દિક પર કોઈનેય શંકા ના જાય તે માટે તેમને અમદાવાદને બદલે છેક ચેન્નઈથી કેનેડા જતી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. ચેન્નઈ એરપોર્ટ પર જ તેમણે પોતાના છેક ટોરેન્ટો સુધીના પ્રવાસનું ચેક-ઈન કરી લીધું
(અનુસંધાન નીચેના પાને)

Share.
Exit mobile version