ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અવાર નવાર લાઇમ લાઇટમાં રહે છે. કોઈ વખત તેમનાં પર્સ તો કોઈ વખત તેમની ફેશન સેન્સને કારણે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી ભારતીય કલાના પણ ખૂબ જ મોટા પ્રશંસક છે અને લાંબા સમયથી ભારતીય કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે તેઓ સખત મહેનત અને ખંતથી કામ કરી રહ્યા છે.
તેમણે હાલમાં જ પોતાનું આ સપનું સાકાર કરવા માટે પહેલા દેશનું પ્રથમ મલ્ટીઆર્ટ સેન્ટર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ શરૂ મુંબઈના બીકેસી ખાતે શરૂ કર્યુ હતું અને તેના ભવ્ય લોંચ ઈવેન્ટમાં પ્રખ્યાત હોલીવુડ અને બોલીવૂડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, જેમાં પેનેલોપ ક્રુઝ, ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાને ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટ ફીટ પહેરેલા જાેવા હોવાથી આ ઇવેન્ટને એક માઈલ સ્ટોન માનવામાં આવી રહ્યું છે.
પણ આજે આપણે અહીં વાત કરી રહ્યા છીએ નીતા અંબાણીના સ્વીટ અને હમ્બ્લ ગેસચરની કે જે એમણે હાલમાં જ દેખાડ્યું હતું. વાત જાણે એમ છે કે તાજેતરમાં નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભગવાન શ્રીનાથજી માટેની નમ્રતા, શ્રધ્ધા અને પ્રેમ દર્શાવતા જાેવા મળી રહ્યા છે.
અંબાણીના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, સ્થાનિક કારીગરો નીતા અંબાણીને હાથથી ભરતકામ કરેલું ભગવાન શ્રીનાથજીનું ચિત્ર ભેટ આપે છે અને જેવું નીતા અંબાણીએ આ ફોટો જાેયો એટલે તેમણે તરત જ પોતાના ચપ્પલ ઉતાર્યા અને ભગવાન શ્રીનાથજીના ચરણ સ્પર્શ કર્યા હતા.
નીતા અંબાણી ભગવાનની આ સુંદર પેઇન્ટિંગ જાેઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોતાની ખુશી વ્યક્ત કરવામાં તેમણે એક પણ ક્ષણનો વિલંબ નહોતો કર્યો અને કહ્યું કે તેઓ ખૂબ જ ગર્વ અને આનંદથી આ પેઇન્ટિંગને ઘરના મંદિરમાં રાખશે.
આ વીડિયોમાં નીતા અંબાણી ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સાડી સાથે હળવો મેકઅપ અને લો બનમાં સાથે તેમણે પોતાનો લુક કમપ્લિટ કર્યો હતો.
આ ઉપરાંત નીતા અંબાણીએ ૩જી મે ૨૦૨૩ના રોજ યોજાયેલા એક ભવ્ય મ્યુઝિકલ લોન્ચ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં ઇવેન્ટમાં હાજરી આપી હતી અને એ સમયેપણ તેઓ પોતાના લુકને કારણે ચર્ચામાં આવ્યા હતા. એ વખતે તેમણે ‘ગુચી’નો સુંદર લીલો સિલ્કનો ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે બિલોવી સ્લીવ્ઝ અને ડ્રેપેડ સ્કર્ટ પહેર્યો હતો. જેણે તેમના દેખાવમાં વિન્ટેજ વાઇબનો તડકો લગાવ્યો હતો.
આ ડ્રેસની અન્ય વિશેષતા હતી તેના કોલર પરની વિગતો દર્શાવતું ધનુષ હતું. આ ડ્રેસની કિંમત ૪,૫૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૪,૬૧,૭૦૫ રૂપિયા જેટલી હોવાનું કહેવાઈ રહ્યું છે.

Share.
Exit mobile version