આશરે ત્રણ વર્ષ પહેલા આવેલી અનુભવ સિન્હાની ફિલ્મ ‘થપ્પડ’ જાે તમે જાેઈ હશે તો ખ્યાલ જ હશે કે, તેમાં અમૃતાનો (તાપસી પન્નુ) પતિ વિક્રમ (પવૈલ ગુવાટી) તેના પર હાથ ઉપાડે છે. જે બાદ અમૃતા ડિવોર્સ આપવાનું નક્કી કરે છે, તેના પર વિક્રમ તેને આટલો મોટો ર્નિણય ન લેવા અને નારાજગી દૂર કરવા સામે તેને પણ થપ્પડ મારી દેવાનું કહે છે, પરંતુ અમૃતા તેમ કરતી નથી. બિહારના ભોજપુરમાં પણ આવો જ કંઈક કિસ્સો બન્યો હતો પરંતુ તેનો અંત અલગ હતો. અહીં રહેતા દંપતી વચ્ચે સામાન્ય વાત પર ઝઘડો થતાં પતિએ પત્નીને લાફો માર્યો હતો અને જ્યારે પત્નીએ જવાબમાં સામે લાફો મારતાં પતિને લાગી આવ્યું હતું. જે બાદ તેણે ઝેર ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, ભોજપુર જિલ્લા બડહરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સેમરિયા ગામમાં રહેતા પતિ-પત્ની વચ્ચે લડાઈ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના આંગળમાં રહેલા એંઠવાડને હટાવવાને લઈને બંને વચ્ચે થયેલી દલીલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત જાેતજાેતામાં ક્યાં સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન પતિ પ્રભુ કુમારે તેની પત્નીને લાફો મારી દીધો હતો. પતિએ પોતાના પર હાથ ઉપાડતા પત્ની સમસમી ગઈ હતી. જે બાદ પત્નીએ પણ પતિને સામે જવાબ આપતાં એક નહીં પરંતુ બે-બે વખત લાફો માર્યો હતો. આ વાત પતિથી સહન થઈ નહોતી અને તેણે ઝેર પી લીધું હતું. ઝેર ખાતાની સાથે જ પ્રભુ કુમારની હાલત બગડી હતી. પરિવારના સભ્યો તેને તાત્કાલિક નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ આરા સદર હોસ્પિટલમાં રેફર કરાયો હતો. હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે અને પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે, તે ખતરાથી બહાર છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકના માતાએ જણાવ્યું હતું કે, પતિ-પત્નીની વચ્ચે કચરો સાફ કરવાના લઈને વિવાદ થયો હતો. બુધવારે સવારે ઘર બહાર એંઠવાડ પડ્યો હતો. પ્રભુએ તેની પત્નીને કચરો સાફ કરવા માટે કહ્યું તો તેણે ઈનકાર કરી દીધો હતો. જેના પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પ્રભુએ તેની પત્નીને લાફો મારી દીધો હતો. જવાબમાં તેની પત્નીએ બે લાફા મારી દીધા હતા. પતિ-પત્નીનો ઝઘડો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દાંપત્યજીવનમાં નાની-નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર તે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. હૈદરાબાદમાં થોડા દિવસ પહેલા આવી જ કંઈક ઘટના બની હતી. જ્યાં પત્નીએ રાતે ફિઝિકલ થવાની ના પાડી હતી, તેનાથી પતિ એટલો ગુસ્સે થયો હતો કે તેની હત્યા કરી નાખી હતી. ઘટનાના ૧૦ દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.