જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જાેકે સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં ૨૪ કલાકમાં સોમવારે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રવિવારે સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્તા શહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. વરસાદને માણવા માટે લોકો આનંદથી ઝૂમી ઉઠ્‌યા છે. આ વરસાદી મહોલમાં ઉમરગામના આહું ગામમાં વરસતા વરસાદમાં સરસ દ્રશ્યો જાેવા મળ્યા હતા. જ્યાં મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ બાળકો પાણીમાં ક્રિકેટ રમવામાં મસ્ત જાેવા મળ્યા હતા. વલસાડના આહું ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગામના ખેતરો અને નિચાણવાડા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. આથી આવા વરસાદી માહોલમાં લોકો મોટેભાગે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. આ ગામના બાળકો વરસતા વરસાદનો આનંદ લેતા જાેવા મળ્યા હતા. ક્રિકેટના મેદાનમાં પાણી ભરેલું હતું સાથે જ આકાશમાંથી વરસાદ પણ વરસી રહ્યો હતો. એવા સમયે પણ આ બાળકોએ પાણી ભરેલા મેદાનમાં ફટકાબાજી કરી હતી. વરસાદમાં બાળકો નાહવાનો આનંદ લેતા હોય છે. પરંતુ આ બાળકોએ પાણી ભરેલા ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરી આનંદ માણ્યો હતો. આમ વલસાડના ઉમરગામમાં ભારે વરસાદથી શેહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયુ છે. જાેકે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર છે. બાળકો આ વરસાદી માહોલનો આનંદ માણતા જાેવા મળ્યા હતા. ક્રિકેટ રમતા રમતા મેદાનમાં ભરેલા પાણીમાં ધુબાકા મારતા જાેવા મળ્યા હતા. આમ પાણીમાં ક્રિકેટ રમી રહેલા બાળકોને મસ્તીમાં જાેઈ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ પણ પાણીમાં રમાઈ રહેલી ક્રિકેટનો આનંદ માણ્યો હતો.

Share.
Exit mobile version