પોતાની જ જાહેરાત બોક્સ પર છાપી અને તેનો ચાર્જ ગ્રાહક પાસેથી લેતાં ગ્રાહક સુરક્ષા કોર્ટે એક પિઝા આઉટલેટને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ન્યૂ ફ્રીઝલેન્ડ (બાલાજી એન્ટરપ્રાઈઝ)ના પિઝા આઉટલેટને ૬૦ દિવસમાં ગ્રાહક કલ્યાણ ભંડોળમાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અમદાવાદ (શહેર) ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક પાસેથી લીધેલા ૧૨ રૂપિયા પણ તેને પાછા ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત તેના પર લગાવાયેલો જીએસટી ચાર્જ અને આ કેસ દાખલ કર્યા પછી ગ્રાહકને થયેલા ખર્ચ અને માનસિક સંતાપ પેટે પણ ૩ હજાર રૂપિયા ચૂકવવાની સૂચના આપવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૧માં હરમિન શાહ નામના ગ્રાહકે ન્યૂ ફ્રીઝલેન્ડમાંથી પિઝાનો ટેક-અવે ઓર્ડર આપ્યો હતો. જેના પેટે તેણે ૨૬૩ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમમાં ૧૧.૯૫ રૂપિયા પિઝા બોક્સનો ચાર્જ પણ હતો. જેથી હરમિન શાહે ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. કેસની સુનાવણી પછી કમિશને કહ્યું કે, આ ટેક-અવે આઉટલેટ હોવાથી તેમાં ગ્રાહકોને અંદર બેસાડીને તેમાં જમવાની સુવિધા નથી એટલે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસના રૂપિયા તેઓ બચાવી રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે, ગરમ-ગરમ પિઝા ગ્રાહક હાથમાં તો લઈ નથી જવાનો એટલે બોક્સ આપવું જરૂરી છે. બોક્સને વ્યવસ્થિત પેક કરીને તેમાં પિઝા આપવા તે આઉટલેટની સર્વિસ છે અને તેના માટે તેઓ અલગથી રૂપિયા ના લઈ શકે છે. “અમારા મતાનુસાર આ તેમની સેવામાં ખામી છે, તેમ કમિશને ઉમેર્યું હતું. ઉપરાંત કમિશને નોંધ્યું કે, બોક્સ ઉપર બીજી કંપનીનો લોગો હતો. વિજ્ઞાનપનના હેતુસર જ બીજી કંપનીનો લોગો બોક્સ ઉપર છાપવામાં આવ્યો છે, જાે આ હેતુ ના હોત તો તે કંપનીએ લોગો છપાવવા પાછળ ખર્ચ કર્યો જ ના હોત ને”, તેમ કમિશને ઉમેર્યું હતું. આ સિવાય બાલાજી એન્ટરપ્રાઈઝ
(અનુસંધાન નીચેના પાને)