પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગે લેશે. ત્યાર બાદ બુધવાર સાંજે રાષ્ટ્રપતિ જાે બાઈડેન સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં છે. આ ૯ વર્ષમાં તેમનો પ્રથમ રાજકીય પ્રવાસ છે. ભારતના હિસાબથી કેટલાય મામલોમાં આ પ્રવાસ ખૂબ જ મહત્વનો સાબિત થશે. આ દરમ્યાન મહત્વની રક્ષા ડીલ પણ થવાની છે. પીએમ મોદી જેવા ન્યૂયોર્કમાં ઉતર્યા કે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પીએમ બુધવારે યૂએન હેડક્વાર્ટરમાં યોજાનાર યોગ દિવસના ખાસ કાર્યક્રમની આગેવાની કરી. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યુ કે, યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં આ મંત્રી ખૂબ જ મહત્વનું છે, જ્યારે આપણે યોગની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ. યોગ દ્વારા આપણે કર્મયોગ સુધીની યાત્રા મને વિશ્વાસ છે કે, યોગથી આપણે આપણા સ્વાસ્થ્યને શાનદાર બનાવી છીએ. આપણા સામર્થ્ય, આપણો માનસિક વિસ્તાર, આપણી ચેતના શક્તિ આ સંકલ્પ સાથે તમામને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પીએમે કહ્યું કે, આપણે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓની સમૃદ્ધ કર્યા છે. તેમને સેલિબ્રેટ કર્યું છે. એવી દરેક સંભાવના યોગ પ્રબળથી પ્રબળતમ કરે છે. યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જાેડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા અંતર્વિરોધોને ખતમ કરવાનું છે. આપણને યોગ દ્વારા વિરોધો અને પ્રતિરોધોને ખતમ કરવાનો છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ન્યૂયોર્કથી દેશવાસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, યોગ એક વિચાર હતો. જેને આજે દુનિયાભરે અપનાવ્યું છે. આજે યોગ ગ્લોબિલ સ્પિરટ બની ગયું છે. યોગે આપણને હંમેશા જાેડવાનું કામ કર્યું છે. આપણા આદર્શ હોય, ભારત દર્શન હોય કે દ્રષ્ટિ આપણને હંમેશા, જાેડે છે, અપનાવવા અને અંગીકાર કરવાની પરંપરા પોષિત કર્યું છે.