પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ બાદ ત્યાંથી સીધા ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના બીજા દિવસે આજે (રવિવારે) તેમને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાહિરામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, સંસ્કૃતિ અને સામાન્ય જનતાના પરસ્પર સંપર્ક સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની રીત પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ ધ નાઈલ’થી સન્માનિત કર્યા હતા. ઇજિપ્તમાં ‘ઑર્ડર ઑફ ધ નાઈલ’ની શરૂઆત વર્ષ ૧૯૧૫માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામેલે કરી હતી. સામાન્ય રીતે આ સન્માન આ સન્માન એવા રાષ્ટ્રાધ્યક્ષો, રાજકુમારો અને ઉપરાષ્ટ્રપતિઓને એનાયત કરવામાં આવે છે, જેમણે ઇજિપ્ત અથવા તો માનવતાને સેવા અર્પણ કરી હોય. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે એક સ્ર્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે કૃષિ, પુરાતત્વ અને ધરોહર તથા પ્રતિસ્પર્ધા કાયદાના ક્ષેત્રમાં ત્રણ સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જાેકે, આ બેઠક પહેલા પ્રધાનમંત્રી આજે સવારે હેલિઓપોલિસ કોમનવેલ્થ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા ૪,૩૦૦ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. અહીં તેઓ બોહરા સમુદાયના નેતાઓને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, આ મસ્જિદ ઇજિપ્તના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિનું પ્રતિક છે.
પ્રધાનમંત્રીની ઇજિપ્ત પ્રવાસ અંગે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબોલી વચ્ચે ગઈકાલે પ્રતિનિધિમંડળ સ્તરની રાઉન્ડટેબલ બેઠક યોજાઈ હતી, જેમાં રિન્યુએબલ એનર્જી, આઈટી, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી પર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન ૪ મહત્વપૂર્ણ સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે, સ્મારકોની સુરક્ષા અને સંરક્ષણ અંગે પણ સ્ર્ેં કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં યોજાનારા જી૨૦ શિખર સંમેલન માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું છે.

Share.

Leave A Reply

Exit mobile version