કરણના લગ્નમાં વાઈનના ગ્લાસ અને પૂર્વ પત્ની સાથે જાેવા મળ્યા દાદા ધર્મેન્દ્ર

સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ૧૮ જૂનના રોજ થયા હતા. આ લગ્નમાં આખો દેઓલ પરિવાર સામેલ થયો હતો. સોશિયલ મીડિયા પર કરણ દેઓલના લગ્નની તસવીરોએ ખૂબ જ ધૂમ મચાવી હતી. આ દરમિયાન બધાની નજર ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરને શોધતી રહી. જાેકે, લગ્ન દરમિયાન પ્રકાશ કૌર પણ કેટલીક ઝલકમાં જાેવા મળી હતી, પરંતુ ધર્મેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ખૂબ જ ખાસ છે. આ વેડિંગ ફોટોમાં ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે તેના પૌત્રના લગ્નની ઉજવણી કરતા જાેવા મળે છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની આ તસવીરમાં બંને એકસાથે જાેવા મળે છે અને તેઓ હસતા જાેવા મળે છે. દેઓલ પરિવારની આ અમૂલ્ય ક્ષણની તસવીરો હાલમાં ચર્ચામાં છે. આ તસવીરમાં ધર્મેન્દ્ર શેમ્પેન પકડેલો જાેવા મળી રહ્યો છે અને પ્રકાશ કૌર તેની સામે જાેઈને મોટી સ્મિત સાથે જાેવા મળી રહી છે. લોકોએ આ તસવીર પર ઘણી કોમેન્ટ કરી છે. આ સિવાય કરણ દેઓલે પોતાના લગ્નની તસવીરો પણ શેર કરી છે, જેમાં ધર્મેન્દ્ર પ્રકાશ કૌર સાથે જાેવા મળે છે. આ તસવીરોમાં દેઓલ પરિવારના તમામ સભ્યો એક ફ્રેમમાં સાથે જાેવા મળે છે.કરણ દેઓલના લગ્નમાં ધર્મેન્દ્ર ડાન્સ કરતા પણ નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, ધર્મેન્દ્રએ વર્ષ ૧૯૫૪માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લગભગ ૭૦ વર્ષ થયા છે. લગભગ ૨૬ વર્ષ બાદ ૧૯૮૦માં ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્રને હેમા માલિનીથી બે દીકરીઓ એશા અને આહાના દેઓલ છે. બીજી બાજુ, પ્રથમ લગ્નથી, ધર્મેન્દ્રને ચાર બાળકો સની દેઓલ, બોબી દેઓલ અને બે પુત્રીઓ વિજેતા અને અજીતા છે.

Share.
Exit mobile version