ફેસબુક એક એવું માધ્યમ બની ગયું છે કે હવે લોકોને તેની ટેવ પડી ગઈ છે. કેટલાંક લોકો ફેસબુક પર માહિતી મેળવતા હોય છે તો કેટલાંક લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા માટે જુગાડ લગાતવા હોય છે. તો કેટલાંક લોકો એવા પણ હોય છે કે ફેસબુક પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ શોધતા હોય છે. આવું જ ગુરુગ્રામમાં રહેતી યુવતી સાથે પણ થયું. તે મોટાભાગે ફેસબુક પર સમય પસાર કરતી હતી. એક દિવસે તેનો સંપર્ક સારણ જિલ્લામાં રહેતા એક યુવક સાથે થયો હતો. યુવતીને યુવક પસંદ આવી ગયો હોત અને પછી ચેટ પણ કરવા લાગ્યા હતા. એ પછી એકબીજાનો પ્રેમ પામવા માટે ઘરેથી ભાગી નીકળ્યા. બંને કાનપુરમાં મળ્યા અને પછી ત્યાં મુંબઈ જતા રહ્યા હતા.
એ પછી લગ્ન કર્યા અને મુંબઈમાં જ રહેવા લાગ્યા. બાદમાં યુવકને નોકરી શરુ કરી હતી. પરંતુ એ પછી જે ખુલાસો થયો એ જાણીને યુવતી અંદરથી હચમચી ઉઠી હતી. ગુરુગ્રામની યુવતીને ખબર પડી કે તેણે જે યુવક સાથે લગ્ન કર્યા છે તે છોકરો નહીં પણ છોકરી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો કે યુવકના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ કરી. ખરેખરમાં આ યુવતી યુવક બનીને ફેસબુક પર તેની સાથે ચેટિંગ કરતી હતી. લગભગ ત્રણ મહિના સુધી ફેસબુક પર વાતચીત કરી અને થોડા સમય પછી અંતર પણ ઘટ્યું હતું. બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લીધો. એટલે યુવતી ૨ જૂનના રોજ ઘરેથી ભાગી નીકળી. બંને કાનપુરમાં મળ્યા અને ત્યાંથી મુંબઈ પહોંચ્યા હતા. બાદમાં અહીં લગ્ન કરી લીધા હતા. યુવતીએ મુંબઈમાં ૧૫ દિવસ સુધી પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી. એ પછી યુવતીને ખબર પડી કે તેણે જેની સાથે લગ્ન કર્યા છે તે છોકરો નહીં પણ છોકરી છે.
એ પછી ૧૪ જૂનના રોજ બંને છપરા પહોંચ્યા હતા. ગુરુગ્રામની યુવતીએ પોતાના સેથામાં સિંદુર પણ લગાવ્યું હતું. આમ તો ગુરુગ્રામમાં રહેતી યુવતી મૂળ ગોપલગંજના વૈકુંઠપુર વિસ્તારની છે. એ પછી તેનો પરિવાર તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
બંનેએ પોલીસ સ્ટેશનમાં પોત પોતાની રજૂઆત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, છપરાની યુવતીનો નંબર બંધ આવતો હતો. તેનો વેશ પણ છોકરા જેવો જ હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રત્નેશ વર્માએ જણાવ્યું કે, પોલીસે આ મામલે નિવેદનો નોંધીને બંનેને તેમના પરિવારજનો સોંપી દેવામાં આવ્યા છે. ગુરુગ્રામની છોકરીએ માથામાં સિંદુર લગાવ્યું હતું અને એકમાની યુવતીએ પેન્ટ અને શર્ટ પહેર્યું હતું.

Share.
Exit mobile version