બોલિવૂડ એક્ટર સલમાન ખાને છેલ્લાં ૨૪ વર્ષથી ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું નથી. તેઓ છેલ્લે ૧૯૯૯માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં એકસાથે જાેવા મળ્યા હતા. આખરે શું હતું સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચેની લડાઈનું સાચું કારણ? સલમાન અને ભણસાલી ઘણાં સારા મિત્રો છે. તેઓ બંને હંમેશાં પ્રેમથી મળતા અને ઘણી વાતો કરતા હતા. આજે પણ સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ વ્યાવસાયિક રીતે તેઓ બંને એકબીજાથી દૂર છે.
આખરે શા માટે? કદાચ આનું કારણ સંજય લીલા ભણસાલીના ભારે ગુસ્સામાં છુપાયેલું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સલમાને સંજય લીલા ભણસાલીના ગુસ્સા વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે સેટ પર ચીજવસ્તુઓ ફેંકતો હતો. સલમાને સંજય લીલા ભણસાલી સાથે ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મો કરી હતી. આ પછી ભણસાલી અને સલમાન ‘બાજીરાવ મસ્તાની’માં એકસાથે કામ કરવા જઈ રહ્યા હતા. પરંતુ અહેવાલો અનુસાર, સલમાન તે પહેલા જ ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ કરી ચૂક્યો હતો અને તે ઇચ્છતો હતો કે ભણસાલી તેની સામે કેટરીના કૈફને ફિલ્મમાં સાઇન કરે. પરંતુ ભણસાલીએ તેમ કરવાની ના પાડી દીધી હતી. સલમાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સંજય લીલા ભણસાલી સેટ પર ખૂબ ગુસ્સો કરતા હતા અને ગુસ્સામાં બૂમો પાડતા હતા. એક કિસ્સો સંભળાવતા સલમાને કહ્યું, ‘તે (સંજય લીલા ભણસાલી) સેટ પર બૂમો પાડતો હતો અને તે ઘણી વખત આવું કરે છે. તે ગુસ્સામાં વસ્તુઓ અહીં-ત્યાં ફેંકી રહ્યો હતો.
ભણસાલીએ મને કહ્યું કે હા, હું મારો ગુસ્સો ગુમાવી રહ્યો છું. તો મેં તેને કહ્યું કે પહેલા તું ધીરજ રાખ. સલમાન ખાને ડિરેક્ટર સૂરજ બડજાત્યા વિશે વાત કરતા જણાવ્યું કે સૂરજ ગૌતમ બુદ્ધની જેમ શાંત રહે છે, અને કોઈપણ સંજાેગોમાં પોતાનો ગુસ્સો ગુમાવતો નથી. અભિનેતાએ કહ્યું, ‘સૂરજ તેના કલાકારો માટે કામ કરવા માટે ઉત્તમ વાતાવરણ બનાવે છે. શિફ્ટ લાંબી થાય તો પણ અને લાઇટો જતી રહે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેના બદલે તે કલાકારો સાથે કામ કરતો રહે છે. સલમાને કહ્યું કે સૂરજ બડજાત્યા સારી રીતે સમજે છે કે જાે તેનો અભિનેતા ખરાબ મૂડમાં હશે તો તે યોગ્ય રીતે પરફોર્મ કરી શકશે નહીં. અને જ્યારે તે સારા મૂડમાં હશે ત્યારે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે.