ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ શુક્રવારે કહ્યું કે, બિહારમાં ભાજપની સરકાર બની તો એક પણ મુગલોનો ઈતિહાસ જાેવા નહીં મળે. યુપીમાં બની રહેલા ભઆગવના શ્રીરામના મંદિરની જેમ જ સીતામઢીમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
બીજી તરફ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકને દેશને વેચનારાની બેઠક ગણાવતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, આ લોકો પીએમ ઉમેદવારના નામનું એલાન નહીં કરશે. ૩ મહિના નીતીશ કુમાર, ૩ મહિના મમતા દીદી, ૬ મહિના કેજરીવાલ અને ૬ મહિના રાહુલ ગાંધી પીએમ બનવા માંગે છે. આ તમામ લોકો લૂંટેરા છે. જે દેશને વેચવા માંગે છે.
શિવહરની મુલાકાતે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષે સંસદમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જાે નીતિશ કુમારમાં હિંમત હોય તો તેઓ વિધાનસભા ભંગ કરીને ચૂંટણી લડે. તેમને પાંચ બેઠકો પણ નહીં મળશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, નીતિશ કુમાર પલ્ટુ કુમાર બની ગયા છે. સીએમની માનસિક સ્થિતિ કથળી ગઈ છે.
આ અગાઉ કલેક્ટર ગ્રાઉન્ડમાં આયોજિત જનસભાને સંબોધિત કરતા સમ્રાટ ચૌધરીએ સીએમ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. દારૂબંધી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે બિહારમાં હવે દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. સીએમ નીતીશ કુમારને ક્યારેક-ક્યારેક પીએમ બનવાનો કીડો સળવળે છે. ૨૦૧૩ બાદ નીતીશ કુમાર ટાયરમાં ઠીંગડુ લગાવીને સરકાર ચલાવી રહ્યા છે. આગામી સમયમાં આ ટાયર બ્લાસ્ટ જ થઈ જશે.
પોતાના સંબોધનમાં સમ્રાટ ચૌધરીએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, લાલુ પ્રસાદે અનામતનો લાભ લીધો છે. પહેલા પત્નીને સીએમ બનાવ્યા. પછી પુત્ર અને પુત્રીને અનામત આપી. જનસંઘના લોકોએ કર્પૂરી ઠાકુરને સીએમ બનાવ્યા. લાલુ પ્રસાદને પણ સીએમ બનાવવામાં આવ્યા હતા. ભાજપે જ નીતિશ કુમારને પાંચ વખત મુખ્યમંત્રી બનાવ્યા હતા.

Share.
Exit mobile version