ભારતમાં ચંદ્રયાન-૩ મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્રયાન-૩ને ૧૨-૧૯ જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. ઈસરોના ચીફ એસ.સોમનાથે જણાવ્યું કે, લોન્ચની તારીખ અંગે ઘણી વાતો થઈ રહી છે. હાલ ઘણા પરીક્ષણો ચાલી રહ્યા છે અને તે પૂર્ણ થયા બાદ અંતિમ તારીખ જાહેર કરાશે. અગાઉ એવી માહિતી મળી હતી કે, ઈસરો ૧૩મી જુલાઈએ બપોરે ૨.૩૦ વાગ્યે ચંદ્રયાન-૩ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા ચીન, અમેરિકા, રશિયા તેમના અવકાશયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે.
ખાસ વાત એ છે કે આ વખતે આ મિશન ‘બાહુબલી’ એટલે કે જિયોસિક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એમકે ૈંૈંૈંના આધારે હશે. આ ત્રીજા તબક્કાનું પ્રક્ષેપણ વાહન છે, જેને ઈસરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. તે દેશનું સૌથી ભારે લોન્ચ વ્હીકલ છે, જેને બાહુબલીનું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
ઈસરોનું આ ચંદ્ર પરનું ત્રીજું મિશન છે, તેથી તેને ચંદ્રયાન-૩ નામ આપવામાં આવ્યું છે, સૌપ્રથમ ઈસરો એ ૨૦૦૮માં ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું હતું. જે ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. ૨૦૧૯ માં, ભારતે ચંદ્રયાન-૨ સાથે બીજાે પ્રયાસ કર્યો, પરંતુ ચંદ્ર પર લેન્ડર પહેલા જ રોવરમાં ખામીને કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો. એક રીતે આ ચંદ્રયાન-૩ મિશનએ બીજા મિશનનું ફોલોઅપ છે. આમાં તે સફળતા મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ચંદ્રયાન-૨ના સમયે અધૂરી રહી ગઈ હતી.
ઈસરોએ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કર્યું હતું. તે ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યું, ૪૭ દિવસની સફર પૂર્ણ કર્યા બાદ તેનું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાના થોડાક કિમી પહેલા જ
ખરાબ થઈ ગયું. આ કારણોસર, લેન્ડિંગ સાઇટ સાથે સંપર્ક તૂટી જવાને કારણે ઈસરોનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ગત વખતે થયેલી ભૂલોને ધ્યાનમાં રાખીને આ વખતે ઈસરોએ મોટા પાયે તૈયારીઓ કરી છે, એવું માનવામાં આવે છે કે આ વખતે ભારતનું અવકાશયાન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચશે.
ચંદ્રયાન-૩એ લોન્ચિંગ પહેલા પરીક્ષણ પ્રક્રિયાને પાર કરી લીધી છે, તે તમામ પરીક્ષણોમાં સફળ રહ્યું છે, ખાસ કરીને લોન્ચિંગ વ્હીકલના ઉપરના તબક્કાને ઝડપી બનાવવા માટે તેમાં સ્થાપિત ક્રાયોજેનિક સીઈ-૨૦ એન્જિનનું પરીક્ષણ પણ સફળ રહ્યું છે. લેન્ડર પણ તેના ટેસ્ટમાં પાસ થઈ ગયું છે. ઈસરોએ યોજના બનાવી છે કે આ વખતે ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. પરીક્ષણ માટે, ઈસરોએ ખાસ કરીને બેંગ્લોરથી ૨૫૦ કિમી દૂર ચલ્લાકેરે નજીક ચંદ્રની સપાટી જેવા ખાડાઓ બનાવ્યા હતા, જેમાં લેન્ડર અને રોવરને લેન્ડ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આઈએસઆરઓ ચંદ્રયાન-૩થી ચંદ્રની સપાટી પર જે રોવર લેન્ડ કરશે તેને એક ચંદ્ર દિવસના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે આ રોવર ચંદ્ર પર એક દિવસ પસાર કરશે. ખાસ વાત એ છે કે, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના ૧૪ દિવસ બરાબર છે. એટલે કે સતત ૧૪ દિવસ સુધી આ રોવર ચંદ્ર વિશેની માહિતી પૃથ્વી પર મોકલતું રહેશે. એવું પણ શક્ય છે કે, આ મિશન લાંબા સમય સુધી ચાલતું રહે અને સતત માહિતી મોકલતું રહે.
ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની ખૂબ નજીક પહોંચ્યા બાદ નુકસાન થયું હતું અને તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું, આ વખતે લેન્ડરમાં આવા સેન્સર લગાવવામાં આવ્યા છે જે ચંદ્રયાનની ગતિને નિયંત્રિત કરશે. વૈજ્ઞાનિકોના મતે આ વખતે લેન્ડિંગની પ્રક્રિયા ચંદ્રની સપાટીથી સાત કિમી ઉપરથી શરૂ થશે. પાંચ કિમીનું અંતર કાપ્યા બાદ તેના સેન્સર સક્રિય થઈ જશે, જે ચંદ્રની સપાટી પર તેનું સફળ લેન્ડિંગ કરાવશે.
ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી વિશે માહિતી એકત્ર કરશે. ઈસરોના ચીફ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, અગાઉનું મિશન નિષ્ફળ રહ્યું હતું, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. અમે એ જ શીખવાની સાથે આગળ વધી રહ્યા છીએ, ચંદ્રયાન-૩ની સફળતા નિશ્ચિત છે અને અમને તેમાંથી ઘણું જાણવા મળશે.
ઈસરોના ચંદ્રયાન-૩ને લગભગ ૬૧૫ કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જાે કે તેનો કુલ ખર્ચ લગભગ એક હજાર કરોડ રૂપિયા હશે. એવું કહેવાય છે કે ચંદ્રયાન-૩ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ પર લગભગ ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે તેના લોન્ચિંગ પર ૩૬૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જીએલએલવી એમકે ૈંૈંૈં રોકેટ જેની સાથે તેને લોન્ચ કરવામાં આવશે તેની કિંમત પણ લગભગ ૩૫૦ કરોડ છે. આ પહેલા ચંદ્રયાન-૨ની કુલ કિંમત પણ ૯૭૮ કરોડ રૂપિયા હતી. જેમાં ૬૦૩ કરોડ રૂપિયા મિશન પર અને બાકીનો રોકેટ પર ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-૧ મિશન રૂ. ૩૮૬ કરોડમાં પૂર્ણ થયું હતું.