અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પર્વ. નગરજનોને દર્શન આવા માટે જગન્નાથ, ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા નવા રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન જય જગન્નાથના નાદ સાથે ઠેર-ઠેર યાત્રાને વધાવી લેવામાં આવી હતી. વહેલી સવારે શરૂ થયેલી યાત્રા રાત્રે રંગેચંગે નિજમંદિરે પહોંચી હતી.
અમદાવાદની રથયાત્રા રંગેચંગે સંપન્ન થાય તે માટે સુરક્ષા સલામતી માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. રથયાત્રા માટે રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્ત માટે આવી ગયાહતા. પોલીસ પ્રથમ વખત એન્ટી ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. હિટ ટીમ અને ૩ડી મેપિંગ ટેક્નોલોજીથી પ્રથમ વખત સમગ્ર રૂટનો ૩ડી મેપ તૈયાર કરી સમગ્ર રૂટ પર રસ્તા કેવા છે, સંવદેનશીલતા કેવી છે, હોસ્પિટલ કે ધાર્મિક સ્થાનો કેટલા છે તેવી તમામ બાબતોને આવરી લેવામાં આવી રહી છે. સવારથી શરૂ થયેલી રથયાત્રા કોટ વિસ્તારમાં થઈને સાંજે પરત નિજમંદિરે પરત ફરી હતીભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથો નિજ મંદિર આગળ વધી રહ્યા છે. રથો દિલ્હી ચકલા થઈનેનિજમંદિરે પહોંચ્યા હતા
ભગવાનના આગમનની મોસાળ સરસપુરમાં ભાણેજને આવકારવા ભક્તો આતુર બન્યા હતા. ભગવાનના ભજનથી મોસાળ સરસપુર ગૂંજી ઉઠ્‌યું હતું. તદુપરાંત ભક્તોએ ભંડારાનો પણ ભવ્ય લાભ લીધો. અમદાવાદની રથયાત્રામાં જી-૨૦ યજમાનીની ઝાંખી જાેવા મળી હતી. ટેબલામાં પીએમ મોદી સહિત જી- ૨૦ દેશના વડાપ્રધાનના કટ આઉટ જાેવા મળ્યા. રથયાત્રામાં ઝાંખીઓ, કરતબ કરતા પહેલવાનો ઉપરાંત ભજન મંડળીઓ પણ જાેડાઇ હતી. ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં રથયાત્રામાં આવતા ભક્તો આજે ભક્તિના રંગમાં રંગાઇ ગયા ત્યારે રથયાત્રામાં વિવિધ ટેબ્લાએ આકર્ષણ જમાવ્યુ છે. જેમાં બાગેશ્વર ધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીના ટેબ્લોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં સીએમ ડેશબોર્ડની વીડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વીડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.
મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ

Share.
Exit mobile version