માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા બહાર પાડી છે. આ ફીચર હેઠળ નવા ડાઉનલોડ વિડિયો ઓપ્શનને ઉમેરવામાં આવ્યો છે. હવે ટિ્વટર યુઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ અને સાઈટની મદદ વગર સીધા પ્લેટફોર્મ પર વીડિયો ડાઉનલોડ કરી શકશે. જાે કે આ ફીચર હાલમાં બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.
એપ રિસર્ચર અને ટિ્વટર યુઝરે આ ફીચર વિશે માહિતી આપતો સ્ક્રીનશોટ શેર કર્યો છે. યુઝર કહે છે કે ટિ્વટર વિડિયો ડાઉનલોડ બટન કામ કરી રહ્યું છે! અને સર્જકો પણ તેને સક્ષમ/અક્ષમ કરી શકશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફીચર ટૂંક સમયમાં જ રોલ આઉટ થઈ શકે છે.
હાલમાં જ ટિ્વટરે એક નવી વીડિયો એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટિ્વટરના માલિક ઈલોન મસ્કે પોતે પુષ્ટિ કરી છે કે કંપની સ્માર્ટ ટીવી માટે એક વીડિયો એપ પર કામ કરી રહી છે. એપ્લિકેશન યુઝર્સને તેમના ટીવી પર ટિ્વટર વિડિઓ જાેવાની મંજૂરી આપશે, અને લોકો માટે નવા વિડિઓ શોધવાનું પણ સરળ બનાવશે.
સ્માર્ટ ટીવી માટે વિડિયો એપની જાહેરાત એ સંકેત છે કે મસ્ક ટિ્વટરને વધુ વીડિયો-કેન્દ્રિત પ્લેટફોર્મ બનાવવા માટે ગંભીર છે. ટિ્વટર હાલ વિડિઓ પર વધુ ભાર મૂકે છે અને કંપનીએ યુઝર્સ માટે વિડિયો જાેવા અને શેર કરવાનું સરળ બનાવવા માટે સંખ્યાબંધ સુવિધાઓ શરૂ કરી છે. સ્માર્ટ ટીવી માટેની વિડીયો એપ આ પ્રયાસનું વિસ્તરણ છે.