મુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ ઈન્દ્રજીત સિંહ છે. તેમણે મહિલા સાથે દુષ્કર્મ આચરતા પહેલા તેની સાથે મારપીટ પણ કરી હતી. આરોપીએ મહિલાને આ અંગે કોઈને ન કહેવાની ધમકી આપી હતી.
પોલીસે જણાવ્યું કે, ઘટનાના થોડા દિવસો બાદ ૨૦ વર્ષની મહિલાના પેટમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બે મહિના પહેલા ઓપરેશન બાદ મહિલાની ડિલિવરી થઈ હતી. જ્યારે મહિલાને લોહી નીકળવા લાગ્યું તો પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. ઘાના નિશાન જાેઈને ડોક્ટરે મહિલાને પૂછપરછ કરી તો તેણે ડોક્ટરને આખી વાત કહી. ત્યારબાદ પોલીસે નજીકના આરે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.
કેસ દાખલ કર્યા બાદ પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે સીબીડી-બેલાપુરમાં તેની માસીના ઘરે ગઈ હતી. ત્યાંથી મહિલાએ ગૌરેગાંવ સ્થિત તેના ઘરે પરત જવા માટે નવી મુંબઈ સુધી ઓટો બુક કરી. જ્યારે મહિલા ઓટોમાં સવાર થઈને આરે કોલોની પહોંચી ત્યારે રિક્ષા ચાલક તેને એકાંત વિસ્તારમાં લઈ ગયો.મહિલાને એકાંત વિસ્તારમાં લઈ ગયા બાદ આરોપી ઈન્દ્રજીતે પહેલા મહિલા સાથે મારપીટ કરી હતી અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાને ધમકી પણ આપી હતી કે જાે તે આ વિશે કોઈને કહેશે તો ખરાબ થશે. ઘટનાને અંજામ આપ્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગુનો કર્યા બાદ ઈન્દ્રજીત મુંબઈ છોડીને યુપી ભાગી ગયો હતો.મહિલાની ફરિયાદ બાદ જ્યારે તપાસ આગળ વધી ત્યારે પોલીસે ઓટો માલિકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી. ઓટો માલિકે પોલીસને જણાવ્યું કે, ઘટનાના દિવસે કોઈ અન્ય વ્યક્તિ ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારબાદ ઓટો માલિકની સૂચના પર યુપી પહોંચીને પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસ હવે ઈન્દ્રજીતને કોર્ટમાં રજૂ કરશે.