બોમ્બે હાઈકોર્ટે એનસીપી નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.મલિકે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન માંગ્યા હતા અને તેમની અરજી આગળના આદેશો માટે સુરક્ષિત રાખવામાં આવી હતી.

એનસીપી નેતાની ગત વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.વિશેષ અદાલતે અગાઉ મલિકને એવું કહીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો કે, તેઓ તેમના પરિવારની માલિકીની કંપની દ્વારા ગુનાહિત સંપત્તિ પર સતત કબ્જાે કરી રહ્યા છે.

Share.
Exit mobile version