KGF એક્ટર યશને નિતેશ તિવારીની રામાયણ પર આધારિત ફિલ્મમાં રાવણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ પાત્ર ભજવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ એક્સક્લુઝિવ માહિતીમાં જણાવ્યું હતું કે, યશ આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો. રામની ભૂમિકા નિભાવવાની સરખામણીમાં રાવણની ભૂમિકા ભજવવી તેનાથી વધારે મુશ્કેલ છે.
રણબીર કપૂરને રામના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે, તેથી યશ આ કરવા માટે વધુ ઉત્સાહિત હતો’. આ બધાની વચ્ચે યશની ટીમે તેને આ ફિલ્મ ન કરવા માટે કહ્યું હતું. તેમને લાહતું હતું કે, યશને એક નેગેટિવ રોલમાં જાેઈને ફેન્સ ખુશ નહીં થાય, ભલે જ તે પછી રાવણ જેવી શક્તિશાળી વિરોધી ભૂમિકા જ કેમ ન હોય?. પહેલા એક ઈન્ટરવ્યૂમાં યશે કહ્યું હતું કે ‘મારે મારા ફેન્સની ભાવનાઓ વિશે ખૂબ સાવધાન રહેવું પડશે. તેઓ ખૂબ ઈમોશનલ છે અને જ્યારે હું તેમની ઈચ્છા વિરુદ્ધ જાઉ છું તો તેઓ તેના પર રિએક્ટ કરે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. ફેન્સને તેમની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી તો ગમે જ છે પરંતુ ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જાેઈને તો તેઓ ક્રેઝી થયા હતા. આ જ કારણ હતું કે તેને બોક્સઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરીથી રામાયણ પર ફિલ્મ બનાવવા માટે તૈયાર છે,
આ વખતે રણબીર શ્રીરામની ભૂમિકામાં જાેવા મળે છે. ત્યારે જ આ વાત સામે આવી હતી કે, ફિલ્મમાં સીતાના રોલ માટે આલિયા સિવાય કોઈ એક્ટ્રેસ ઓપ્શનમાં નથી. આ પહેલી તેવી અફવા હતી કે, દીપિકા પાદુકોણને સીતા તરીકે લેવામાં આવશે. ફિલ્મ પૂરી રીતે ટ્રેક પર છે અને લીડ ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. રણબીર કપૂરનું નામ શ્રીરામના રોલ માટે તો આલિયા ભટ્ટનું નામ સીતાજીના રોલમાં ફાઈનલ છે. જાે કે, રાવણની કાસ્ટિંગ હજી સુધી ફાઈનલ થઈ નથી. યશે તો રાવણ બનવાનો ઈનકાર કરી દીધો છે. ફિલ્મ ડિસેમ્બરથી ફ્લોર પર જશે. એક્ટર યશની વાત કરીએ તો, તેની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૩ની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફ્રેન્ચાઈઝીનો બીજાે ભાગ આવ્યો તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે.
જાે કે, ત્રીજા પાર્ટ વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. બીજી તરફ, રણબીર કપૂરની વાત કરીએ તો તે ફિલ્મ ‘એનિમલ’માં દેખાશે, જેનું પ્રી-ટીઝર રવિવારે રિલીઝ થયું હતું, જેમાં તે ખતરનાક લૂકમાં જાેવા મળ્યો હતો. તો આલિયા ભટ્ટ કરણ જાેહરના ડિરેક્શનમાં બનેલી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સાથે દેખાશે. આ ફિલ્મ ૨૮ જુલાઈએ રિલીઝ થશે. તેની હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ રિલીઝ માટે તૈયાર છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ પણ છે.