ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીએ રામાયણ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં તો આલિયા ભટ્ટ સીતા માતાના રોલમાં નજર આવશે. જાેકે, આ ફિલ્મમાં રાવણ માટેના કાસ્ટિંગની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે, રાવણનો રોલ કેજીએફ ફેમ યશને ઓફર થયો હતો પણ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. તો હવે ફિલ્મ સાથે જાેડાયેલા લોકો યશે ફિલ્મને ના પાડી તે વાતને અફવા ગણાવી છે. જાેકે, મેકર્સ તરફથી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે, રામાયણમાં યશનું કાસ્ટિંગ લગભગ નક્કી જ છે.

ફિલ્મના પ્રોડ્યુસર અને ‘ડબલ નેગેટિવ’ કંપનીના માલિક નમિત મલ્હોત્રા છે. ડિરેક્ટર નિતેશ તિવારી અને નમિત પોતાની આ મેગ્નમ ઑપસ ફિલ્મને મોટા પડદા પર લાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. બંને આ પ્રોજેક્ટને મેગા સ્કેલ પર શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે કાસ્ટથી લઈ ફહ્લઠ સુધી બધું જ ગ્રાન્ડ રાખવામાં આવશે. ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રનું કહેવું છે કે, યશ રામાયણ ફિલ્મનો હિસ્સો નહીં હોય તે વાત અફવા છે.

જ્યાં સુધી રામાયણની ટીમ કાસ્ટિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરે, ત્યાં સુધી બધાએ રાહ જાેવી જાેઈએ. નિતેશ તિવારી પોતાની ફિલ્મ ‘રામાયણ’ને માસ્ટરપીસની જેમ તૈયાર કરવામાં લાગી ગયા છે. તેમને આ મહાકાવ્યની સ્ટોરીને પડદા પર ગ્રાન્ડ બનાવવા માટે ફહ્લઠ પર ઘણો ભાર આપ્યો છે. નમિત મલ્હોત્રાની ફહ્લઠ કંપની ‘ડબલ નેગેટિવ’ ૭ વખત ઑસ્કર એવોર્ડ જીતી ચૂકી છે. ઈન્ટરસ્ટેલરથી લઈ ટેનેટ અને ડ્યૂન જેવી ફિલ્મ માટે વીએફએક્સ ડિઝાઈન કરનારી આ કંપનીએ જ ‘બ્રહ્માસ્ત્ર’ના વિઝ્‌યુઅલ ઈફેક્ટ્‌સ ડિઝાઈન કર્યા હતા. નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની આ જાેડી પડદા પર ઇતિહાસ રચવાની તૈયારીમાં લાગેલી છે. રામાયણની સાથે ફિલ્મમેકર નમિત મલ્હોત્રા ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ આપવા માટે તૈયાર છે. એવું જણાઈ રહ્યું છે કે, આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. આ પહેલાં વીએફએક્સ ટીમ કામમાં લાગેલી છે. જ્યારે શૂટ માટે ઘણા બધા ગ્રાન્ડ સેટ પણ તૈયાર કરવામાં આવશે.

Share.
Exit mobile version