ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમાં મોરબી જિલ્લો પણ છે. મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. મોરબીના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે. આવામાં મોરબીમાં પાવડિયારી પાસે પાણીમાં કાર ફસાઈ હતી. નાળાના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. જેથી કારમાં બેઠેલા બે યુવાનોના જીવ પડીકે બંધાયા હતા. આ બાદ સ્થાનિકોએ બંનેનું દોરડાથી રેસ્ક્યૂ કર્યુ હતું. કારને બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા.
મોરબી નજીકના ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યો છે. ધોડાધ્રોઈ ડેમનો એક દરવાજાે ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ૩૫૨.૪૪ પાણીની આવક સામે ૧૧૪૧ કયુસેક પાણીની જાવક ચાલુ છે. મોરબી તાલુકાના ચાર અને માળિયા તાલુકાના પાંચ કુલ નવ ગામોને એલર્ટ કરાયા છે.
મોરબીના જેતપર રોડ ઉપર ડાયવર્જન ધોવાઇ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના જેતપર રોડે રંગપર નજીક પુલીયાનુ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે.
વરસાદી પાણી હાલમાં રોડ ઉપર આવી જતા રસ્તો બંધ થયો છે. જેથી વાહનોના થપ્પા ભેગા થયા હતા.
મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદી બે કાંઠે થઈ છે. સારા વરસાદથી હળવદની બ્રાહ્મણી નદિ હાલમાં બે કાંઠે છલકાઈ રહી છે. નદીના પાણીનો પ્રવાહ રોડ આવી જતા હાલમા સરા રોડ બંધ કરાયો છે. સરા બાજુ જવાના રસ્તે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે.