વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે અમેરિકા જવા રવાના થઈ ગયા છે અને તેઓ આજે રાત્રે ન્યુયોર્ક પહોંચી જશે. પીએમ મોદીએ અમેરિકા પહોંચતા પહેલાં જ એક અમેરિકન અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકા સાથેના સંબંધો હવે વધુ મજબૂત બન્યા છે, અને ભવિષ્યમાં હજી વધુ મજબુત બનશે.
જ્યારે પાડોશી દેશ ચીન સાથેના સંબંધો બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર શાંતિ જરૂરી છે. વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જાેઈએ. ચીન સાથેના ભારતના સીમા વિવાદ અંગે તેમણે એવું કહ્યું હતું કે ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર શાંતિ હોવી જરૂરી છે.
અમે હંમેશાથી જ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં, કાયદાના શાસનનું પાલન કરવામાં અને વિવાદો અને મતભેદોને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવામાં વિશ્વાસ રાખીએ છીએ. ભારત તેની સાર્વભૌમત્વ અને સન્માનની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર અને કટીબદ્ધ છે.
તેમણે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, “દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને અન્ય દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરવું જાેઈએ. કોઈપણ પ્રકારના વિવાદનો ઉકેલ યુદ્ધ દ્વારા કે યુદ્ધમાં વિજય મેળવીને લાવવાને બદલે “મુત્સદ્દીગીરી અને સંવાદ” દ્વારા લાવવો જાેઈએ.
નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો અંગે પીએમ મોદીએ એવું કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા કરતા વધારે મજબૂત અને ગાઢ બન્યા છે, કારણ કે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું યોગ્ય સ્થાન સુરક્ષિત કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે એક અદ્ભુત વિશ્વાસની સ્થિતિ જાેવા મળી રહી છે.
પીએમ મોદીએ અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ અમારી ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. માત્ર એટલું જ નહીં આ સંબંધ પણ વેપાર, ટેકનોલોજી અને ઉર્જા સુધી વિસ્તરી રહ્યો છે.
વોશિંગ્ટનની પ્રથમ રાજ્ય મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત પણ અહીં તેની વિવિધતાની ઉજવણી કરે છે. મોદીએ કહ્યું કે, “હજારો વર્ષોથી, ભારત એવી ભૂમિ છે જ્યાં તમામ ધર્મો અને માન્યતાઓના લોકો શાંતિથી રહે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તમને અહીં દુનિયાના દરેક ધર્મના લોકો જાેવા મળશે જે એકબીજા સાથે સુમેળ સધીને એક સાથે હસી ખુશીથી વસવાટ કરે છે.

Share.
Exit mobile version