વર્લ્ડ કપ ૨૦૨૩ માટે બીસીસીઆઈએ ગઈકાલે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી. લાંબી ઈજા બાદ કે એલ રાહુલને એક પણ મેચ રમ્યા વગર આ ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં ખરાબ ફોર્મથી ગુજરી રહેલા સુર્યકુમાર યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે. આ તમામ આલોચનાઓ વચ્ચે એક અન્ય બાબત પણ ચેહ જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. ગયા ત્રણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમથી આ વખતે પસંદ કરાયેલ સ્કોડનું એનાલિસિસ કરીએ તો આ વખતે સૌથી વધુ વયના ખેલાડીઓની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ કપ ૨૦૨૩નું આયોજન આ વર્ષે ભારતમાં કરવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈદ્વારા જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં ૭ ખેલાડીઓ એવા છે જે ૩૦ની ઉંમર વટાવી ચુક્યા છે. આ સ્ક્વોડમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ઉંમર સૌથી વધુ છે. રોહિતની ઉંમર ૩૬ વર્ષ છે.જાે વર્લ્ડ કપ સ્ક્વોડમાં સૌથી યુવા ખેલાડીની વાત કરવામાં આવે તો તેમાં ભારતીય ઓપનર શુભમન ગિલ ટોપ પર છે. જાહેર કરાયેલ ટીમમાં ગિલની ઉંમર સૌથી ઓછી છે. તે હાલ ૨૩ વર્ષનો છે. જયારે ટીમના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ ૨૯ વર્ષના છે.
વર્લ્ડ કપ ટીમમાં સૌથી વયના ખેલાડીઓ ઃ રોહિત શર્મા (૩૬), વિરાટ કોહલી (૩૪), રવિન્દ્ર જાડેજા (૩૪), મોહમ્મદ શમી (૩૩), સૂર્યકુમાર યાદવ (૩૨), કેએલ રાહુલ (૩૧) અને શાર્દુલ ઠાકુર (૩૧)
વર્લ્ડ કપ ટીમમાં યુવા ખેલાડીઓ (અંડર ૩૦)શુભમન ગિલ (૨૩), ઈશાન કિશન (૨૫), શ્રેયસ અય્યર (૨૮), કુલદીપ યાદવ (૨૮), જસપ્રીત બુમરાહ (૨૯), હાર્દિક પંડ્યા (૨૯), મોહમ્મદ. સિરાજ (૨૯) અને અક્ષર પટેલ .