શું તમે જાણો છો કે દુનિયાના કોઈ દેશના લોકો પાસે સૌથી વધુ ગાડીઓ છે? અમેરિકા, જાપાન અને ચીન આ લિસ્ટમાં ઘણા નીચે છે. આ લિસ્ટમાં પહેલું નામ જિબ્રાલ્ટરનું છે. જિબ્રાલ્ટર સ્પેનના દક્ષિણે આવેલી બ્રિટિશ કોલોની છે. તેના પર ૧૭૧૩થી બ્રિટનનો કબજાે છે. માત્ર ૬.૮ સ્ક્વેર કિમીમાં ફેલાયેલા ય્ૈહ્વટ્ઠિઙ્મંટ્ઠનિી વસ્તી માત્ર ૩૨,૬૬૯ છે. વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સ મુજબ, જિબ્રાલ્ટરમાં પ્રતિ ૧,૦૦૦ લોકો પર ૧,૪૪૪ ગાડીઓ છે. તેમાં કાર, વાન, બસ, ફ્રેટ અને બીજા પ્રકારની ટ્રક સામેલ છે, પરંતુ ટુ-વ્હીલર તેમાં સામેલ નથી કરાયા. આ લિસ્ટમાં બીજા નંબરે સેન મરીનોનું નામ છે. જ્યાં દર ૧,૦૦૦ લોકોએ ૧,૩૦૦ ગાડીઓ છે.

યુરોપીયન દેશ લિક્ટેન્સ્ટાઈનમાં પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ ગાડીઓની સંખ્યા ૧,૧૯૩ છે. અંડોરામાં આ સંખ્યા ૧,૦૫૦, મોનેકોમાં ૯૧૦ અને ન્યૂઝીલેન્ડમાં ૮૮૪ છે. આ લિસ્ટમાં અમેરિકા ૭મા નંબરે છે. દુનિયાની સૌથી મોટી ઈકોનોમીવાળા દેશ અમરિકામાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ ૮૩૧ ગાડીઓ છે. કેનેડા અને ફિનલેન્ડમાં આ આંકડો ૭૯૦ છે. એ જ રીતે માલ્ટામાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ ૭૮૬ ગાડીઓ છે. લક્ઝમબર્ગમાં આ આંકડો ૭૮૪ અને ઓસ્ટ્રેલિયામાં ૭૮૨ છે. ઈટાલીમાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ ૭૫૫ ગાડીઓ, એસ્તોનિયામાં ૭૨૦, પોલેન્ડમાં ૬૮૭, ફ્રાન્સમાં ૬૬૮, ચેક રિપબ્લિકમાં ૬૪૮, જર્મનીમાં ૬૨૮ અને સ્પેનમાં ૬૨૭ ગાડીઓ છે. એશિયામાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ સૌથી વધુ ગાડીઓ જાપાનમાં છે. ત્યાં ૧,૦૦૦ લોકોએ ૬૨૪ ગાડીઓ છે.

યુકેમાં આ સંખ્યા ૬૦૦, કતરમાં ૫૯૧, મલેશિયામાં ૫૪૨, સાઉથ કોરિયામાં ૪૮૫, રશિયામાં ૩૯૫, ઈઝરાયલમાં ૩૯૦, યુએઈમાં ૩૫૪, તુર્કીમાં ૨૫૪ અને ચીનમાં ૨૨૬ છે. પાકિસ્તાનમાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ ૨૯ ગાડીઓ છે, જ્યારે બાંગ્લાદેશમાં આ સંખ્યા ૨૭ છે. નોર્થ કોરિયામાં પ્રતિ ૧,૦૦૦ લોકોએ માત્ર ૧ ગાડી છે. ભારતની વાત કરીએ તો અહીં પ્રતિ ૧,૦૦૦ લોકોએ ૫૯ ગાડીઓ છે. વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સએ પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિઓએ કયા દેશમાં કેટલી ગાડીઓ છે, તેનું જે લિસ્ટ બહાર પાડ્યું છે, તેમાં ૫૧ દેશોનો સમાવેશ કરાયો છે. આ લિસ્ટમાં ભારતનું સ્થાન ૪૬મું છે.

Share.

Leave A Reply

Exit mobile version