વર્લ્ડ કપની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બધી જ ટીમોએ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. યજમાન ટીમ પણ તૈયારીઓમાં કોઈ કચાશ ના રહી જાય તેની કાળજી લઈ રહી છે. પરંતુ પાકિસ્તાન છે કે તેની નૌટંકી હજી પણ ચાલુ છે. આપણો પાડોશી દેશ હજી પણ વાટાઘાટોમાં અટવાયેલો છે. ક્યારેક પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો એલફેલ બોલે છો ક્યારેક બોર્ડના અધિકારીઓ વાંકું બોલે છે. આ વખતે તો પાકિસ્તાનના રમતગમત મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. રમતગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું કે, જાે ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે.

પાકિસ્તાની ટીમને ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવવું જાેઈએ કે નહીં તે ર્નિણય લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક સમિતિ બનાવી છે. ૪૧ વર્ષીય અહેસાન મજારી આ ટીમનો ભાગ છે. તેમનું કહેવું છે કે, એશિયા કપ દરમિયાન ભારત પોતાની મેચો ન્યૂટ્રલ મેદાન પર રમવાની માગ કરતી હોય તો અમે પણ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ દરમિયાન અમારી મેચો કોઈ ન્યૂટ્રલ મેદાન પર રમવાની માગ કરીએ છીએ.
અહેસાન-ઉર-રહમાન-મજારીએ કહ્યું કે,

“પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારા મંત્રાલય હેઠળ આવે છે અને આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે, ભારત એશિયા કપ દરમિયાન જે માગ કરી રહ્યું છે તેવી જ માગ પાકિસ્તાન પણ વર્લ્ડ કપ દરમિયાન કરશે.” ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિના અધ્યક્ષ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટે જરદારી છે અને તેમાં અન્ય ૧૧ મંત્રીઓ પણ સામેલ છે. આ સમિતિ પોતાનો રિપોર્ટ વડાપ્રધાનને સોંપશે અને અંતિમ ર્નિણય તેમનો હશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે મ્ઝ્રઝ્રૈં અને ૈંઝ્રઝ્ર સામે ઘણી શરતો મૂકી હતી. જેમાંથી તેમની વાતને અમુક હદ સુધી સ્વીકારી લેવામેેેાં આવી હતી. પાકિસ્તાનની ટીમને મોટો વાંધો લોકેશનનો જ હતો. અગાઉ ભારતમાં વર્લ્ડ કપ રમવા અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પણ પ્રતિક્રિયા આપી હતી. શ્રીલંકાના પ્રવાસે જતાં પહેલા તેણે કહ્યું હતું કે, “અમે માત્ર ભારત સામે મેચ નથી રમવાના, અમે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ.”

Share.
Exit mobile version