સાઉથ એક્ટ્રેસ વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરે એક જ સીનથી રાતોરાત ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. આંખ મારીને પ્રિયાએ કેટલાંય યુવાનોના ધબકારા વધારી દીધા હતા. ફરી એકવાર પ્રિયા તેની દિલકશ અંદાજ માટે ચર્ચામાં છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં સાવ બદલાઈ ગયેલી પ્રિયાને એક નજરે ઓળખવી મુશ્કેલ હશે કે તે એ જ વિંક ગર્લ છે જે રાતોરાત યુવાનોના દિલની ધડકન બની ગઈ હતી. પ્રિયા પ્રકાશે હાલમાં જ એવા ફોટોઝ શેર કર્યા છે જેને જાેઇને ધબકારો ચૂકી જશો. પ્રિયાએ આ ફોટોઝમાં વ્હાઇટ કલરનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે

. પ્રિયાએ પોતાના વાળને બન બનાવીને બાંધી દીધા છે. એસેસરીઝમાં તેણે ડાયમંડ ઇયરરિંગ્સ પહેરી છે. તમને જણાવી દઈએ કે, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ સિવાય, પ્રિયા પ્રકાશ વારિયર એક મોડલ અને પ્લેબેક સિંગર પણ છે જેને ૨૦૧૮માં ગૂગલ પર ‘મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટી’નો ખિતાબ મળ્યો હતો. આજના સમયમાં પ્રિયા સાઉથ ઇન્ડિયન સિનેમાનું જાણીતું નામ છે અને તે ઇન્ડિયન લુકની સાથે સાથે વેસ્ટર્ન ડ્રેસમાં પણ એટલી જ સુંદર લાગે છે. ૨૩ વર્ષની પ્રિયાના લૂકમાં ઘણો બદલાવ આવ્યો છે, તે પહેલા કરતા ઘણી હોટ, ગ્લેમરસ, સ્ટાઇલિશ અને બોલ્ડ બની ગઈ છે. પ્રિયાની તસવીરો માત્ર ઈન્ટરનેટનું તાપમાન જ નથી વધારી રહી, પરંતુ તેની કિલર સ્ટાઈલ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. વિંક ગર્લના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો ક્યાંક ફોટોશૂટ, ક્યાંક તેની મસ્તી કરતી તસવીરો તો ક્યાંક ફેન્સને ઘાયલ કરતી તસવીરોથી ભરપૂર છે.

પ્રિયાની કેટલીક એવી તસવીરો છે જે તમને રાતોની ઉંઘ ઉડાડી દેશે. વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગની કોઈ કમી નથી, તેને ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ મિલિયન લોકો ફોલો કરે છે. પ્રિયા પ્રકાશ વારિયરે તેના હોટ લુકથી સાબિત કરી દીધું છે કે તે માત્ર તેની આંખોથી ફેન્સને દિવાના નથી બનાવતી. બલ્કે, પોતાના હુસ્નનો જલવો બતાવીને તે સરળતાથી તેના ફેન્સને દિવાના બનાવી શકે છે. પ્રિયા વોરિયરની તસવીરો એવી છે કે તે માત્ર ક્યૂટનેસથી જ ભરપૂર નથી પરંતુ બોલ્ડનેસનો તડકો પણ લગાવે છે. આ જ કારણ છે કે તેની દરેક તસવીર પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્‌સ આવે છે. પ્રિયાની તસવીરો જાેઈને તમે અત્યાર સુધીમાં સમજી જ ગયા હશો કે પ્રિયા ઈન્ટરનેટ પર તહેલકો મચાવવામાં કોઈ કસર છોડતી નથી.

Share.
Exit mobile version