શવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે.

૧૫ માર્ચે ચૂંટણી પંચે શિવસેના ચૂંટણી ચિન્હ કેસમાં એસસીમાં એફિડેવિટ દાખલ કરી હતી. એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિન્હ આપવાનો ર્નિણય કાયદા અનુસાર જણાવતા કહ્યું કે, એકનાથ શિંદેને ચૂંટણી ચિન્હ આપવાનો ર્નિણય યોગ્ય અને કારણો સાથે આપવામાં આવ્યો છે. નિષ્પક્ષતા ન રાખવાના ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો પાયાવિહોણા છે. પંચ દ્વારા આ ર્નિણય વહીવટી સ્તરે નહીં પણ બંધારણીય સ્તરે લેવામાં આવ્યો છે. આ ર્નિણય નિયમો હેઠળ અર્ધ-ન્યાયિક સંસ્થા તરીકે લેવામાં આવ્યો છે, તેથી ચૂંટણી પંચને આ મામલે પક્ષકાર બનાવી શકાય નહીં, તેથી કેસના ગુણદોષ પર તેને કંઈ કહેવાનું નથી.

Share.
Exit mobile version