ગ્લેન ગોર્ડન હોલ સાઉથ આફ્રિકાના તે કમનસીબ ક્રિકેટર, જેમણે મોતને વ્હાલુ કર્યુ. હોલને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો વધુ તક ના મળી, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે પોતાની એક અલગ જ છાપ છોડી દીધી હતી. તેમણે એક ઈનિંગમાં ૯ વિકેટ લેવાની પણ કમાલ કરી હતી, પરંતુ આને તેમનું કમનસીબ જ કહેવાય કે જે મેચની ઈનિંગમાં તેમણે ૯ વિકેટ લીધી હતી, તે મેચ તેમની ટીમ ઈનિંગથી હારી ગઈ. એટલુ જ નહીં આ બાદ પણ તેમણે એક મેચમાં ૬ વિકેટ લીધી અને તે મેચ પણ તેમની ટીમ ઈનિંગથી જ હારી.
હોલને ૧૯૬૫માં ઈંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. પોતાની ડેબ્યૂ મેચમાં તેમણે એક વિકેટ લીધી. પીટર પોલકને તેમણે બોલ્ડ કર્યા હતા. આ મેચ તેમના કરિયરની પહેલી અને અંતિમ ઈન્ટરનેશનલ મેચ સાબિત થઈ. ઈન્ટરનેશનલમાં ભલે તેમને તક ના મળી પરંતુ ડોમેસ્ટિકમાં તેઓ કમાલ કરી રહ્યા હતા. તેમ છતાં તેમનુ કરિયર ૩૦ની ઉંમર પહેલા જ ખતમ થઈ ગયુ.
કરિયર ખતમ થયાના અમુક વર્ષો બાદ તેમની પત્નીએ તેમને ડિવોર્સ આપી દીધા, જે બાદ તેઓ એકલા રહેવા લાગ્યા અને ૪૯ વર્ષની ઉંમરમાં તેમણે આત્મહત્યા કરી લીધી. હોલના મૃત્યુને આજે ૩૬ વર્ષ થઈ ગયા છે. તેમણે ૨૬ જૂન ૧૯૮૭એ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. હોલને તેમના ફર્સ્ટ ક્લાસ કરિયર માટે યાદ કરવામાં આવે છે. ૧૯૩૮માં જન્મેલા હોલે ૧૯૬૦-૧૯૬૧માં સાઉછ આફ્રીકન યુનિવર્સિટી તરફથી રમતા વેસ્ટર્ન પ્રોવિન્સ વિરુદ્ધ એક ઈનિંગમાં ૯ વિકેટ લીધી.
૧૯૬૪-૧૯૬૫ માં એમસીસીસામે એક ઈનિંગમાં ૬ વિકેટ લીધી. જાેકે બંને વખતે તેમની ટીમ ઈનિંગના અંતરથી હારી. તેમણે ૧૯૬૭- ૧૯૬૮ બાદ કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી નથી. હોલે પૂર્વ મિસ સાઉથ આફ્રિકા સાથે લગ્ન કર્યા હતા. તેમના ૨ પુત્ર પણ હતા.
૧૯૮૦ના દાયકામાં તેમની પત્ની તેમનાથી અલગ થઈ ગઈ. પત્નીના અલગ થયા બાદ હોલ એકલા રહેવા લાગ્યા. તેઓ લગભગ ૭ વર્ષ સુધી એકલા રહ્યા અને ૪૯ વર્ષની ઉંમરે તેમણે મોતને વ્હાલુ કર્યુ.

Share.
Exit mobile version