તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યારસુધીમાં પોપટલાલને કોઈ યુવતી ગમી ગઈ હોય પરંતુ વાત લગ્ન સુધી ન પહોંચી હોય તેવું ઘણીવાર બન્યું છે. દર્શકો પણ એકના એક ટ્રેકથી કંટાળી ગયા છે અને મેકર્સને પોપટલાલના લગ્ન કરાવી દેવાની માગ કરી રહ્યા છે. હાલમાં તેને કલ્પના અને સપના નામની બે યુવતી જાેવા આવી હતી, જેમાં પોપટલાલે કલ્પનાને જીવનસાથી તરીકે પસંદ કરી હતી. બંને પક્ષે સગાઈની તૈયારી શરૂ કરી હતી અને આ જાેઈ ગોકુલધામ સોસાયટીમાં આખરે શરણાઈ વાગશે તે વાતથી સૌ ખુશ થયા હતા. જાે કે, વધુ એકવાર તેમને નિરાશા સાંપડે તેવી શક્યતા છે. લેટેસ્ટ એપિસોડમાં જાેવા મળ્યું કે, પોપટલાલની હકીકત કલ્પના સામે છતી થઈ જાય છે.
જ્યારે પોપટલાલની શગુન વિધિ શરૂ થવાની જ હોય છે ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તેના ઘરે આવે છે અને તેને પ્યારેલાલ કહીને બોલાવે છે. કલ્પના તેને દરેક કેમ તેને પોપટલાલના બદલે પ્યારેલાલ કહીને બોલાવે છે તેમ પૂછે છે. જવાબમાં પોપટલાલ સત્ય જણાવતા કહે છે કે, જલ્દી લગ્ન કરવા માટે વિણુ કાકાએ જ તેને નામ બદલવા માટે સૂચવ્યું હતું. કલ્પના ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તે એવા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે નહીં તે આવી નાની વાતમાં પોતાનું નામ બદલી દે. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ તેને શાંત કરે છે અને બે દિવસ પહેલા જ પોપટલાલે પોતાનું નામ બદલ્યું હોવાનું કહે છે. કલ્પના કંઈ પણ સમજવાની ના પાડે છે અને કહે છે કે તેણે પોપટલાલ સાથે લગ્ન ન કરવાનું મન બનાવી લીધું છે. ત્યારબાદ કલ્પનાના મમ્મી કહે છે કે, પોપટલાલ આવું કરી શકે તેવું તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. તેઓ લગ્ન રદ્દ કરે છે અને ત્યાંથી જતા રહે છે.
પોપટલાલ ભાંગી પડે છે અને કહે છે કે કોઈ તેની ક્યારેય લગ્ન નહીં કરે. તારક મહેતા અને જેઠાલાલ તેને શાંત રાખે છે અને તેની પાસે હજી સપનાનો વિકલ્પ હોવાનું કહે છે. આ સાંભળી પોપટલાલને આઘાત લાગે છે અને તેણે તારકને સપનાને લગ્ન માટે ના પાડી દેવા કીધું હોવાનું કહે છે. જેઠાલાલ દખલગીરી કરે છે અને કહે છે કે તેમણે આવું જ થશે તેમ ધાર્યું હતું અને તેથી સપનાને હોલ્ડ પર રાખી છે. પોપટલાલ બાદમાં તારકને સપનાને ફોન કરવા અને પોતાનું બદલી નાખ્યું હોવાનું કહે છે. અંજલી સપનાને ફોન કરે છે અને આ વિશે જણાવે છે. જવાબમાં સપના કહે છે કે, તેને આ સામે વાંધો નથી અને તેને પ્યારેલાલ નામ પસંદ છે. પોપટલાલ માટે સપનાનો પરિવાર ચાર વાગ્યે શગુન લઈને આવશે. આખરે તેનું નક્કી થાય છે કે ફરી કોઈ મુસીબત આવી પડે છે તે તો જાેવાનું રહેશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ્સ્ર્દ્ભંઝ્રના સેટ પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોપટલાલનું પાત્ર ભજવી રહેલા શ્યામ પાઠકે ખૂબ જલ્દી શોમાં તેમની પત્નીની એન્ટ્રી થશે તેવી હિંટ આપી હતી. તો પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, તેમને પોપટલાલ પર દયા આવવા લાગી છે. હવે તેમના લગ્ન કરાવવાનો સમય આવી ગયો છે. તેમણે ઘણી મહેનત કરી લીધી. હવે તો તેઓ પોતે પણ પોપટલાલના લગ્ન કરાવવા આતુર છે.